ETV Bharat / state

સુરતમાં મિત્રએ જ પોતાના મિત્રની કરી હત્યા (Murder) - ક્રાઇમના સમાચાર

સુરતના લીંબાયતમાં મિત્રએ જ મિત્રની હત્યા (Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. મિત્ર બીજાના ઝગડામાં વચ્ચે પડ્યો હતો જેથી તેને ઝગડામાં વચ્ચે ન પડવા સમજાવ્યો હતો પરંતુ તે વાતનું ખોટું લાગતા મિત્રએ જ પોતાના જ મિત્રની ગળું ચીરી હત્યા કરી દીધી હતી. આ બનાવમાં પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રે કરી મિત્રની હત્યા
મિત્રે કરી મિત્રની હત્યા
author img

By

Published : Jul 1, 2021, 6:34 PM IST

મનદુ:ખ થતા મિત્રે જ મિત્રની કરી હત્યા (Murder)

સુરતના લીંબાયતમાં બની ઘટના

પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત : જિલ્લાના લીંબાયતમાં આવેલા ક્રાંતિ મેદાનમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. લીંબાયત સ્થિત ક્રાંતિ નગરમાં રાતે 11 વાગ્યાની આસપાસ મુસ્તગીન ઉર્ફે કાલુની હત્યા કરવામાં આવી હતી. મૃતક મુસ્તગીન ઉર્ફે કાલુ અને આરોપી ઇલુ ઇસાદ શેખ બન્ને મિત્રો હતા. ક્રાંતિનગર પાસે ત્યાં એક ભાઈ બહેનનો ઝગડો થતો હતો ત્યાં આરોપી ઇલુ ઇસાદ શેખ વચ્ચે પડ્યો હતો અને ઝગડામાં વચ્ચે પડતા ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી.

કાચની બોટલથી કરી હત્યા

મૃતક મુસ્તગીન ઉર્ફે કાલુએ મિત્રને ઝગડામાં વચ્ચે ન પડવા સમજાવ્યો હતો, પરંતુ આ વાતનું ખોટું લાગતા આરોપી ઈલુ ઇસાદ શેખે ત્યાં પડેલી કાચની બોટલ પત્થર પર તોડી ગળાના ભાગે મારી દીધું હતું. જેથી મુસ્તગીનને ગંભીર ઈજા થઇ હતી. જે બાદ ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં Vaccination Centers પર વેક્સિન લેવા લાંબી લાઈન લાગી પણ વેક્સિનનો જથ્થો જ નથી

પોલીસે આરોપીની ધરપકડ કરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપી મિત્રની અટકાયત કરી લીધી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : AAPના કાર્યાલયની એક તસવીરના કારણે કોણે માફી માંગી, જાણો કોણ છે આ વ્યક્તિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.