- પ્રેમિકા ને કોઈ અન્ય યુવક બ્લેક મેલ કરી રહ્યો હોવાનો ઉલ્લેખ
- હિન્દી ભાષી યુવકે સુસાઇડ નોટમાં અન્ય એક બેન્ક કર્મચારીના નામનો ઉલ્લેખ
- યુવકની સુસાઇડ નોટ એ ચર્ચા જગાવી
પારડી: તાલુકાના સોનવાડા ગામે આવેલી એક વાડીમાં સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેના કારણે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક પાસે મળી આવેલો મોબાઈલ અને તેના પાસે મળેલી હિન્દી ભાષામાં લખેલી સ્યુસાઇટ નોટ આધારે મૃતકની ઓળખ થઈ ધર્મેન્દ્ર જનક માનઝી થઈ હતી જે મૂળ બિહાર અને નોકરી પારડી જીઆઇડીસી ભાનુશાલી પેકેજીંગમાં કરતો હતો. પારડી નોકરી કરતો યુવક સોનવાડા ગામે કઈ રીતે પહોંચ્યો અને ત્યાં શામાટે આપઘાત કર્યો જેવા પ્રશ્નોને લઇ પારડી પોલીસે પણ ઝીણવટ ભરી તપાસ માટે ઘટનાસ્થળે FSLની ટીમને બોલાવી મદદ લીધી હતી.
મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું
મૃતદેહનો કબજો લઇ રવિવારના રોજ પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. જો કે મૃતક પાસે હિન્દી ભાષામાં લખેલી સ્યુસાઇટ નોટ પોલીસને હાથ લાગતા પોલીસે સુસાઈટ નોટના આધારે તપાસ શરૂ કરી છે જે સ્યુસાઈટ નોટ મુજબ આ યુવક એક યુવતીના પ્રેમમાં પડ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. જેમાં તેણે કેટલાંક તેના સંબંધો વિશેનો ઉલ્લેખ કર્યો છે.
તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મુજે તેરા જિસ્મ નહીં ચાહિયે તેરા પ્યાર ચાહિયે જેવા શબ્દો લખ્યા છે. તદુપરાંત તેની પ્રેમિકાનો પરપુરૂષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા સાથે ડઘાઈને આપઘાત કર્યો હોવાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ પર પુરુષ તેની પ્રેમિકાને બ્લેકમેલ કરતો હોવાનો અને શારીરિક સંબધ બાંધતોનો ઉલ્લેખ કરાયો છે.આ પર પુરુષ તેમજ અન્ય એક બેંક કર્મચારીનો નામનોપણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એક તરફી પ્રેમ
જોકે આ સમગ્ર આપઘાતનું કારણ પોલીસના મતે એક તરફી પ્રેમમાં અંધ બની યુવકે આપઘાત કર્યો હોવાનું હાલ લાગી રહ્યું છે.જોકે યુવકે જે સ્થળે આપઘાત કર્યો હતો જેના નજીકમાં જ એક ઘર આવેલું છે. આપઘાત કર્યોના ઘણા દિવસો થયા હોવાથી મૃતદેહ સડી ગયો હતો.
મોબાઈલની પેટન લોક ડિઝાઇન પણ દોરી હતી
યુવકે આપઘાત કરવા પહેલાં તેણે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી સાથે તેનું ગામનું એડ્રેસ અને તેનું નામ પણ લખ્યું હતું તેમજ આ યુવકે જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીના શેઠનો મોબાઇલ નંબર લખ્યો હતો આ સાથે તેના મોબાઇલ લોકનું પેટન લોક પણ પોલીસ આસાનીથી શોધી કાઢે જેવા હેતુથી જોકે પેટન લોકની ડિઝાઇન પણ દોરીને નોટ માં રાખી હતી. આ સમગ્ર ઘટના અંગે નજીક ઘર માં રહેતા સભ્યોને કેમ ધ્યાન ન ગયું હતું જેવો પણ અહીં એક પ્રશ્ન છે. હાલતો પોલીસે સ્યુસાઇટ નોટ અને દરેક પાસાઓને ધ્યાનમાં રાખી વધુ કાર્યવાહી હાથ ધરી છે.