ETV Bharat / state

પૂર્વ પત્નીને HIV બ્લડ ઇન્જેક્શન મારી મોતને ઘાટ ઉતારવાની આશંકા

સુરતના રાંદેર વિસ્તારમાં ડિવોર્સી પતિએ પૂર્વ પત્નીને (husband tried to kill his ex-wife in surat) ચેપી રોગના લોહીનું ઇન્જેક્શન મારી હત્યા કરવાનો પ્રયાસ (tried to kill by Injection of infectious disease blood) કર્યો હતો. પત્ની બેભાન થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ચેપી રોગના લોહીનું ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ

author img

By

Published : Dec 26, 2022, 3:57 PM IST

Updated : Dec 29, 2022, 6:42 PM IST

ચેપી રોગના લોહીનું ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ

સુરત: પતિ-પત્નીના પવિત્ર સંબંધોની ગરિમાને લજવતો કિસ્સો સુરતથી(husband tried to kill his ex-wife in surat) સામે આવ્યો છે. અવારનવાર ચારિત્ર્ય પર શંકા કરતાં ડિવોર્સી પતિએ પૂર્વ પત્નીને ફરવા લઇ જઈ ચેપી રોગના લોહીનું ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. (tried to kill by Injection of infectious disease blood)

ઇન્જેક્શન મારી હત્યા કરવાનો પ્રયાસ: રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 25 ડિસેમ્બરના રોજ મહિલાના પૂર્વ પતિએ તેને ફોન કર્યો હતો અને તેના ઘરે મળવા આવવાની વાત કરી હતી. મહિલાએ હા પાડતા પૂર્વ પતિ ઘરે આવ્યો હતો અને બાઈક પર બેસાડી ફરવા લઇ ગયો હતો. આ દરમ્યાન પૂર્વ પતિ શંકરે મહિલાને પરફયુમની ખરીદી કરાવી હતી. પરફ્યુમની ખરીદી કર્યા બાદ પતિ મહિલાને રાંદેર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને ત્યાં અંધારાનો લાભ લઇ મહિલાના ડાબા થાપના ભાગે ઇન્જેક્શન મારી દીધું હતું. જેને લઈને મહિલાને શરીરમાં અશક્તિ જેવું લાગતું હતું અને માથું ભારે લાગતું હતું. અને ચક્કર આવવા લગતા મહિલાએ બુમાબુમ કરી હતી જેથી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો: મહંત સાથેના આડાસંબંધોથી કંટાળી પત્નીની છાતીએ બેસી ગળું દબાવી દીધું

શંકાશીલ પતિનું કૃત્ય: સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી મહિલાનો 15 વર્ષ અગાઉ શંકર મનોહરભાઈ કામલે સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાતા લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ચારિત્ર્ય પર શંકા રાખી હેરાન પરેશાન કરતો હોય મહિલાએ બે માસ પહેલા કોર્ટમાંથી તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા અને હાલ મહિલા તેના બે બાળકો સાથે માતાના ઘરે રહે છે.

ડિવોર્સી પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ: મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહિલાએ તેના ડિવોર્સી પતિ વિરુદ્ધ ચેપી રોગના લોહીનું ઇન્જેક્શન માર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી પતિની અટકાયત કરી ઇન્જેક્શન શેનું હતું તે અંગેની પણ તપાસ શરૂ કરી છે. જો કે પ્રાથમિક ધોરણે HIV પોઝિટિવ બ્લડનું ઇન્જેક્શન હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો: શાળાએથી ઘરે જતી સગીરનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ, ચાર આરોપીની ધરપકડ

પતિની અટકાયત: એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલાના ફરિયાદના આધારે પતિની અટકાયત કરી છે. ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો હતો અને શેનું ઇન્જેક્શન હતું તે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. રીપોર્ટ બાદ ઇન્જેક્શન શેનું માર્યું હતું તે સ્પષ્ટ થશે. આ સમગ્ર મામલે હાલ રાંદેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Dec 29, 2022, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.