- તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં બારડોલી પણ સમાવિષ્ટ
- વાવાઝોડામાં વિધવા મહિલાના ઘરના નળિયા ઉડી જતા ઘરવિહોણા બન્યા
- તંત્ર દ્વારા તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માંગરોલિયા ગામના રેલવે ફળિયામાં રહેતી એક આદિવાસી વિધવા મહિલાના કાચા મકાનની છતના નળિયા ભારે પવનમાં ઊડી ગયા હતા અને મકાન ધરાશયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી
રેલવે ફળિયાના હળપતિ વાસમાં રહેતા બબલીબેન રાઠોડ નામની વિધવા મહિલાનું કાચું મકાન તૌકતે વાવાઝોડાની અસરને લઈ ધરાશયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયત દ્વારા હાલ આ મહિલાને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહિલાનું મકાન તૂટી પડવા અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે.