સુરતઃ કોરોના કાળમાં ભવ્ય ગણેશોત્સવની ઉજવણી પર પ્રતિબંધ તથા સુરતના અડાજણ વિસ્તારમાં શક્તિ ગ્રુપ ફાઈટર દ્વારા તેમના જ કાર્યાલયમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં કોરોના મહામારી સામે કોરોના વોરિયર્સ અને સન્માન આપવા માટે ગણેશજીની પ્રતિમાની આજુ-બાજુમાં તેમના સ્ટેચ્યુ બનાવીને રાખવામાં આવ્યા છે. જેમાં પોલીસકર્મી, ડોક્ટર, 108 એમ્બ્યુલન્સ અને સફાઈ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આભાસ પ્રતિકૃતિ સાથે ગણેશોત્સવનો ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યો છે. આયોજનમાં ખાસ અતિથિ તરીકે એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ મલબારી અને તેમના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
ગણેશજીની સામે એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમના સાથીઓ ગણપતિ બાપા મોરિયા કહી ગણેશજીની પ્રાર્થના કરતા છે કે, વિશ્વ પરથી આ કોરોનાની મહામારી હટે કોરોનાકાળના પ્રથમ દિવસથી અબ્દુલ બારી અને તેમના ટ્રસ્ટના સભ્યો કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના અંતિમવિધિ તેમના જ ધર્મ અનુસાર કરતા આવ્યા છે અને સંપૂર્ણ રીતે નિશૂલ્ક સેવા તેઓ પાંચ મહિનાથી આપી રહ્યાં છે. તેમના સેવાકીય કાર્યને ધ્યાનમાં રાખી શક્તિ ગ્રુપ ફાઈટર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને 21,000નું યોગદાન તેમના ટ્રસ્ટને આપવામાં આવ્યું. જેથી તેઓ અવિરત રીતે માનવતાપૂર્ણ કાર્ય કરતા રહે.
શક્તિ ગ્રુપ ફાઈટરના સભ્ય રવિ ખરાડીએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ભવ્ય રીતે ગણેશોત્સવનું આયોજન ગ્રુપ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ કોરોનાના કારણે નીતિ નિયમોને ધ્યાનમાં રાખી ઓફિસમાં જ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે કોરોના વોરિયર્સના યોગદાનને ધ્યાનમાં રાખી તેમના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. કોરોના કાળમાં આખુ વિશ્વ ઝઝૂમી રહ્યું છે. જેથી તમામ દેશના ધ્વજ પણ લગાડવામાં આવ્યા છે અને વચ્ચે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઇ છે. એકતા ટ્રસ્ટના કોરોના વોરિયર્સનું સન્માન પણ કરવામાં આવ્યું છે, કારણ કે તેમના આ માનવતાપૂર્ણ કાર્યના કારણે સુરતને નવી ઓળખ પણ મળી છે.
ગણેશ ભક્તો દ્વારા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમના ટ્રસ્ટના સભ્યોનું સન્માન થતા અબદુલભાઇ પણ હોંશે ભરાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના પાવન અવસરે ગણેશ ભક્તો દ્વારા તેમને અને તેમના ટ્રસ્ટના સભ્યોને ગણેશજીના દર્શન કરાવવામાં આવ્યા છે, તેઓ સાથે જણાવ્યું હતું કે, તમામ હર્ષ અનુભવી રહ્યા છે કારણ કે ભારત સમગ્ર વિશ્વમાં આસ્થા માટે જાણીતો દેશ છે. જેમાં ગણેશજીનું સ્થાન પ્રથમ આવતું હોય છે. હિન્દુ મુસ્લિમ માટે ગણેશજીનું સ્થાન ઉચ્ચ છે. પાલનહારથી અપેક્ષા કરીએ છીએ કે માનવતાના શ્રેષ્ઠ દર્શન તેઓ કરાવતા રહે.
સુરતમાં અનોખી રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ગણેશભક્તોની સાથે એકતા ટ્રસ્ટના અબ્દુલ બારી અને તેમના સહયોગીઓ દ્વારા ગણપતિ બાપા મોરિયા કહીને વિઘ્નહર્તાને પ્રાર્થના કરવામાં આવી કે કોરોના નામના વિઘ્નને તેઓ વિશ્વભરમાંથી દૂર કરે.