સુરત: જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથક નજીક (Kadodara GIDC accident)પુરપાટ ઝડપે આવતા એક આઈસર ટેમ્પોએ મોટર સાયકલ પર પોલીસ મથકે જઈ રહેલા ચાર હોમગાર્ડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક હોમગાર્ડનું સ્થળ( Home guard dies in accident)પર જ મોત થયું હતું. બીજા ત્રણને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં (Accident in Surat ) ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ જવાનોએ ટેમ્પો ચાલકને ઝડપી પાડી આ ઘટના અંગે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ
આઈસર ટેમ્પોએ હોમગાર્ડ જવાનોને અડફેટે લીધા - પલસાણા તાલુકાનાં બગુમરા ગામની હરેક્રિષ્ના સોસાયટીમાં રહેતા ભોલાનાથ પાટિલ કડોદરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. બુધવારે મોડી રાત્રે ભોલાનાથ તેની મોટર સાયકલ પર પોલીસ મથક જઈ રહ્યો હતો ત્યારે કડોદરા ચાર રસ્તા પાસે અન્ય હોમગાર્ડ શશિ શેખર, રમણ યોગેશ ઠાકુર (રહે નવદુર્ગા સોસાયટી, કડોદરા) અને રાકેશ કેશવલાલ ગુપ્તા મળ્યા હતા. તેઓ પણ પોલીસ મથકે જઈ રહ્યા હતા. બધા સાથે જ પોલીસ મથક જવા માટે નીકળ્યા હતા. ભોલાનાથ તેની મોટર સાયકલ, શશિ શેખર તેની મોપેડ પર અને રમણ તેમજ રાકેશ બન્ને એક મોટર સાયકલ પર જઈ રહ્યા હતા. તે સમયે ભૂરી ગામના પાટિયા પાસે સુરત કડોદરા રોડ પર કટ નજીકથી પસાર થતી વખતે કડોદરા પોલીસ મથકની સામે જ સુરત તરફથી પૂરઝડપે આવતા આઈસર ટેમ્પોએ પહેલા ભોલાનાથની મોટર સાયકલને અડફેટ લીધા બાદ શશિ અને ત્યારબાદ રમણની મોટર સાયકલને પણ અડફેટે લીધી હતી.
આ પણ વાંચોઃ નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન
ચાર પૈકી એકનું સ્થળ પર જ મોત - આ અકસ્માતમાં ભોલાનાથ પાટિલનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત (Gujarat accident 2022)થયું હતું. બીજી મોટર સાયકલ પર સવાર શશિ શેખરને ગંભીર ઇજા થતાં તેને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રાકેશ ગુપ્તા અને રમણ ઠાકુરને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ રાજા આપી દેવામાં આવી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે ત્યાં પહોંચી ગયેલા પોલીસ જવાનોએ ટેમ્પો ચાલકને ઝડપી પાડી પોલીસ મથકે લઈ ગયા હતા. આ ઘટના અંગે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.