ETV Bharat / state

સુરતમાં ભારે વરસાદ, પાણી ભરાતા સ્થાનિકોએ બાળકોને આંગણવાડીમાં મોકલ્યા - ગુજરાતમાં વરસાદ

સુરતમાં પૂર અને વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. પાંડેસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે બાળકો છે, તેમને સ્થાનિકો દ્વારા આંગણવાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેથી તેમને કોઈ હાલાકી ભોગવવી ન પડે.

સુરતમાં ભારે વરસાદ
સુરતમાં ભારે વરસાદ
author img

By

Published : Aug 21, 2020, 1:24 PM IST

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી અને ખાડી પૂરના કારણે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે. વહેલી સવારે ઉઠતા લોકો સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોઈ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જોકે બાદમાં તરત જ સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેટર અને ધારાસભ્ય વિવેક પટેલ સહિત તંત્રના કર્મચારીઓ અને ફાયર વિભાગના જવાનો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા છે. બીજી બાજુ પાણી ભરાતા સ્થાનિકોએ પોતાના બાળકોને આંગણવાડીના મકાનમાં સુરક્ષિત મોકલી દીધા છે.

સુરતમાં ભારે વરસાદ
સુરત પાંડેસરા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાંડેસરાની ભેદવાર ખાડી ઓવરફ્લો થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદના પગલે ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીની આસપાસના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પાંડેસરાના નગસેનનગર, પ્રેમનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઅ ગયા છે. આ વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઇ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.