ETV Bharat / state

ઓલપાડ તાલુકામાં તૌકતેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન

તૌકતે વાવાઝોડાએ સુરતના ઓલપાડ તાલુકામાં વિનાશ કર્યો હતો. તાલુકામાં ડાંગર તેમજ બાગાયતી પાકોને 200 કરોડથી વધુનું નુકશાન થયું છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ દર્શના જરદોષ દ્વારા સરકાર પાસે લગાવી મદદની માંગ કરાઇ છે.

તૌકતેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન
તૌકતેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન
author img

By

Published : May 20, 2021, 9:33 AM IST

  • ઓલપાડ તાલુકામાં મોટા ભાગે ડાંગરની ખેતી થાય
  • તૌકતે વાવઝોડાએ ઓલપાડ તાલુકામાં વિનાશ સર્જયો
  • ઓલપાડમાં જ 200 કરોડ રૂપિયાનું નુકશાનનો અંદાજ લગાવાઇ રહ્યો

સુરત : તૌકતે વાવાઝોડું આવીને ચાલ્યું ગયું છે. પરંતુ પાછળ છોડીને ગયું છે. અનેક મુસીબતો, ઓલપાડ તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત હરિઓમએ પોતાના 5 વીંઘાના ખેતરમાં ડાંગરનો પાક કર્યો હતો. પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં હતો. હરીઓમ ભાઈએ વીંઘા દીઠ 15થી 20 હજાર જેટલો ખેતી પાછળ ખર્ચ કર્યો હતો. એટલે 5 વીંઘા પાછળ લગભગ એક લાખ જેટલો ખર્ચ પરંતુ તૌકતે વાવાઝોડાના કારણે ભારે પવન અને વરસાદને લઇ આ પાક નષ્ટ થઇ ગયો છે.

હરિઓમ ભાઈના 70 ટકા જેટલા પાકને નુકશાન થયું

હરિઓમ ભાઈને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. માત્ર હરિઓમ જ નહીં આખા ઓલપાડ તાલુકામાં લગભગ 15,000 હેક્ટર જમીનમાં ડાંગરના પાકની વાવણી થાય છે. લગભગ 70 ટકા જેટલા પાકને નુકશાન થયું છે. મોટા ભાગનો પાક ખેતરમાં જ નષ્ટ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા સમગ્ર ડાંગરનો પાક પાણીમાં ભીંજાઈ ગયો છે અને કેટલાક ખેતરોમાં પાક ખરી ગયો છે.

આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર અને શિયાળુ પાકને નુકસાન

અંકુરિત થઇ જશે અને આ પાક નષ્ટ થઇ જશે

જો આ પાકને તરત જ સૂકવવામાં નહિ આવે તો આ પાક ફરીથી અંકુરિત થઇ જશે અને આ પાક નષ્ટ થઇ જશે. જોકે, હાલમાં મજૂરોની પણ ભારે અછત છે. જેથી કેટલાક ખેડૂતોના પરિવાર જાતે જ પોતાનો કિંમતી અમુલ્ય પાક બચાવવા કામે લાગી ગયા હતા.
48 કલાક સુધી મંડળીમાં ડાંગર નાખવાના વેઈટિંગ ચાલી રહ્યા
ઓલપાડ તાલુકામાં મોટા ભાગે ડાંગરની ખેતી થાય છે અને ખેડૂતો આ ડાંગર મંડળીઓમાં નાખતા હોય છે. પરંતુ અચાનક વાવઝોડાની આગાહીને લઇને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 48 કલાક સુધી મંડળીમાં ડાંગર નાખવાના વેઈટિંગ ચાલી રહ્યા હતા. લોકો મંડળીના ગોડાઉનમાં ડાંગર નાખવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા.

30 ટકા ડાંગર પણ મંડળીઓ સુધી પહોંચ્યો નથી

દર વર્ષની સરખામણીએ 30 ટકા ડાંગર પણ મંડળીઓ સુધી પહોંચ્યો નથી. એક તરફ મજુરોની ભારે અછત વર્તાઈ રહી છે. બીજી તરફ ડાંગર કાપતા મશીનોની પણ અચાનક આવેલી મુસીબતના કારણે અછત સર્જાય હતી. ત્યારે ઓલપાડ તાલુકામાં જ આશરે 200 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવવમાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ડાંગરના પાકમાં કરમોડીના રોગથી ખેડૂતોને નુકસાનીની દહેશત, જાણો શું છે કરમોડીનો રોગ

ડાંગર સહિતના પાકોની નુકશાનનો અંદાજ 200 કરોડથી વધુનોવાવાઝોડાના નુકશાનને કારણે પ્રશાશન પણ પહેલેથી સતર્ક હતું. પરંતુ કદાચ પ્રશાશન આવી આપદાને પહોંચી વળવા પુરતું તૈયાર ન હતું. માત્ર ઓલપાડ તાલુકામાં થયેલ ડાંગર સહિતના પાકોની નુકશાનનો અંદાજ 200 કરોડથી વધુનો છે.

ધારાસભ્ય અને સાંસદ લોકોના ખબર અંતર સાથે નુકશાનીનો સર્વે પણ કરી રહ્યા

ધારાસભ્ય અને સાંસદ પણ આજે વાવાઝોડાના બીજા દિવસે પરજની ચિંતા કરી ઓલપાડ તાલુકાના ગામોમાં નીકળી પડ્યા હતા અને તમામ લોકોના ખબર અંતર સાથે નુકશાનીનો સર્વે પણ કરી રહ્યા હતા. ઓલપાડ તાલુકા પંચાયત ખાતે એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી. તમામ અધિકારીઓને યુદ્ધના ધોરણે નુકશાનીનો સર્વે કરવા સૂચનો કર્યા હતા. ધારાસભ્ય અને સાંસદ દ્વારા પોતાના તાલુકા માટે જેટલી શક્ય હોઈ એટલી મદદ કરવા મદદ કરવમાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.