ETV Bharat / state

Surat Diamond : સુરતના હાર્ટશેપ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ભારત સહિત અન્ય દેશોમાં પણ મળે છે જોવા - સુરતના હીરાની અમેરિકામાં માગ

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો ગણવામાં આવે છે. જેમાં યુવાનો તારીખ 07થી 14 સુધી રોજ નવા નવા દિવસોની ઉજવણી તેમના પ્રિય પાત્ર સાથે કરતા હોય છે. આ દરમિયાન તેઓ એક બિજાને મોઘીઘાટ ગિફ્ટો પણ આપતા હોય છે. જેમાં ખાસ કરીને આજના નવ યુગલો પોતાના પ્રિય પાત્રોને ખાસ કરીને લેબ ગ્રોનના ડાયમંડની વસ્તુઓ વધું પ્રમાણમાં આપવાનું પસંદ કરે છે. જેના કારણે ડાયમંડ માર્કેટમાં લેબ ગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતની સાથો સાથ અન્ય દેશોમાં પણ તેની માંગમાં વધારો થયો છે.

Surat Diamond : સુરતના હાર્ટશેપ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ભારત સહિત અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં

author img

By

Published : Feb 11, 2023, 2:52 PM IST

Updated : Feb 11, 2023, 4:23 PM IST

સુરત : વેલેન્ટાઈન ડેની ઉજવણી આ વખતે ખાસ પ્રકારની જોવા મળે છે. કારણ કે હીરાનગરી સુરતમાં તૈયાર હાર્ટશેપ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ભારત સહિત અમેરિકા, કેનેડા ઓસ્ટ્રેલિયામાં આટલી હદે હતી કે લેબગ્રોન ડાયમંડ કંપનીના કર્મચારીઓએ આ વખતે ઓવર ટાઈમ કરવો પડી રહ્યો છે. હાલમાં સુરતમાં બનેલા હાર્ટ શેપના લેબગ્રોન ડાયમંડની પરદેશમાં પણ ભારે માગ છે.

વેલેન્ટાઇન ડેને લઇ આ હીરાની માગ નીકળી છે

હાર્ટશેપ ફેવરિટ : આમ તો વેલેન્ટાઈન ડે પર્વ પર ગુલાબ અને હાર્ટ શેપના ટેડી બિયર સહિત ફુલના બુકે આપવામાં આવતો હોય છે. વેલેન્ટાઈન ડે પર હાર્ટશેપના ઉપહારો હંમેશાથી પ્રેમમાં પ્રતીક તરીકે ઓળખાવી છે. પરંતુ આ વખતે સુરત શહેરમાં વેલેન્ટાઈન ડે પર્વ પર લેબમાં તૈયાર કરવામાં આવેલા હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ દેશ વિદેશમાં મોટા પ્રમાણમાં જોવા મળી છે.

આ પણ વાંચો valentine week 2023: ટેડી ડે પર ગર્લફ્રેન્ડ અથવા પાર્ટનરને આ ગિફ્ટ આપીને આ દિવસને યાદગાર બનાવો

સુરતના હીરાની અમેરિકામાં માગ : સુરતની લેબમાં બનાવવામાં આવેલા હાર્ટ શેપ ડાયમંડ અમેરિકામાં આ વખતે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે ખાસ બનાવી છે. પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતો વેલેન્ટાઈન ડે ને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ સુરતમાં હીરા ઉદ્યોગમાં આ દિવસને ધ્યાનમાં રાખી હાર્ટશેપ ડાયમંડની ડિમાન્ડ એક મહિના પહેલાથી જ મળી ગઈ હતી. હાર્ટશેપ ડાયમંડની અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે છે.

લેબગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર કરવામાં આવે છે : સુરતના જ્વેલર્સ ખાસ કરીને હાર્ટશેપના ડાયમંડ માટે અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યા છે. આ વખતે હાર્ટશેપના લેબમાં તૈયાર ડાયમંડનો સીધો પ્રેમ સાથે કનેક્શન છે. વેલેન્ટાઈન ડે પર આ વખતે હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ સૌથી વધારે છે.

આ પણ વાંચો Surat Diamond: સુરતની મૂરતનો ચીનમાં દબદબો, હોંગકોંગની માર્કેટમાં હીરાની બોલબાલા

બંને ડાયમંડ વચ્ચે શું ફરક છે : રીયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં માત્ર એટલો જ ફેર છે કે રીયલ ડાયમંડ ખાણમાંથી મળે છે અને લેબગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ રીયલ ડાયમંડ કરતા સસ્તુ હોય છે અને આને ગ્રીન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને રીસેલ વેલ્યુ ધરાવે છે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરી લગભગ 30 હજાર રુપિયાથી લઇ 3 લાખ સુધીની કિમતમાં વેચાઇ રહી છે.

હાર્ટશેપ આપવા માટે વધારે મહેનત : લેબગ્રોન ડાયમંડના વેપારી રજની ચાંચડે જણાવ્યું હતું કે,આ વખતે વેલેન્ટાઈન ડે માટે કેટલીક સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે. કુદરતી કાચા હીરા ખરીદવા માટે આશરે 6.4 લાખથી 8.25 લાખ ખર્ચ થાય છે. પર્ફેક્ટ હાર્ટ શેપના આકારમાં ડાયમંડને કોતરવા માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. સામાન્ય રાઉન્ડ શેપના ડાયમંડ કરતા હાર્ટશેપ આપવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે.જે માટે કર્મચારીઓ પાસે ઓવર ટાઈમ કરાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે 350 કેરેટ ના હીરાનો ઓર્ડર એડવાન્સ મળ્યો છે. હાર્ટ શેપ બનાવવા માટે સ્પેશિયલ કારીગર પાસે આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યા છે. લેબમાં બનતાં હાર્ટ શેપ ડાયમંડની જ્વેલરી ને આશરે 30 હજારથી લઇ 3 લાખ રૂ સુધીની છે.

Last Updated : Feb 11, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.