ETV Bharat / state

Har Ghar Tiranga: કારીગરો રાષ્ટ્ર સન્માનમાં બુટ ચપ્પલ પહેર્યા વગર બનાવી રહ્યા છે તિરંગા

હર ઘર તિરંગા( Har Ghar Tiranga ) અભિયાન 13 મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav)ઉપલક્ષ્મા દેશભરમાં યોજવામાં આવશે. આ માટે સુરતમાંથી દસ કરોડથી વધુ તિરંગા પાંચ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. તિરંગા તૈયાર કરનાર તમામ કારીગરો રાષ્ટ્રધ્વજના સન્માનમાં મિલમાં બુટ ચપ્પલ ના પહેરીને તિરંગા તૈયાર કરતા નજરે જોવા મળ્યા હતા.

Har Ghar Tiranga: કારીગરો રાષ્ટ્ર સન્માનમાં બુટ ચપ્પલ પહેર્યા વગર બનાવી રહ્યા છે તિરંગા
Har Ghar Tiranga: કારીગરો રાષ્ટ્ર સન્માનમાં બુટ ચપ્પલ પહેર્યા વગર બનાવી રહ્યા છે તિરંગા
author img

By

Published : Aug 8, 2022, 9:02 PM IST

સુરત: હર ઘર તિરંગા અભિયાન ( Har Ghar Tiranga )માટે માત્ર સુરત શહેરમાંથી દસ કરોડથી વધુ તિરંગા પાંચ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રભાવના અને અભિયાનને લઈને લોકોમાં ઉત્સાહના કારણે વધુ ત્રણ કરોડ તિરંગાનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ સમયસર ઓર્ડર તૈયાર થઈ શકે એવી પરિસ્થિતિ ન હોવાના કારણે વેપારીઓએ ઓર્ડર કેન્સલ કર્યા છે. બીજી બાજુ જે ઉદ્દેશથી પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત કરી છે તેની પહેલી ઝલક પણ સુરતમાં જોવા મળી હતી. તિરંગા તૈયાર કરનાર તમામ કારીગરો રાષ્ટ્રધ્વજના સન્માનમાં મિલોમાં બુટ ચપ્પલ ના પહેરીને તિરંગા તૈયાર કરતા નજરે જોવા મળ્યા હતા.

હર ઘર તિરંગા

હર ઘર તિરંગા અભિયાન - 13 મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav)ઉપલક્ષ્મા દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવશે. જેને લઇને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. 100 કરોડ તિરંગા તૈયાર કરવાનો ટાર્ગેટ હતો.જેમાંથી દસ કરોડ તિરંગાનો ઓર્ડર ટેક્સટાઇલ સીટી સુરતને આપવામાં આવ્યો હતો. પહેલીવાર સુરતમાં આટલી મોટી સંખ્યામાં તિરંગા બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો. જે 26 જુલાઈ સુધી પૂર્ણ કરવાનો હતો.

આ પણ વાંચોઃ પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી

તિરંગા બનાવવા માટે ઓર્ડર - હર ઘર તિરંગા અભિયાન માટે આટલી મોટી સંખ્યામાં તિરંગા બનાવવા માટે મળેલો કનસાઈમેન્ટ પૂર્ણ કરવામાં મોડું થતા આ કનસાઇનમેન્ટ હાલ પણ ચાલી રહ્યું છે. બીજી બાજુ અન્ય રાજ્ય સરકાર પણ સુરત પાસે તિરંગા બનાવવા માટે ઓર્ડર આપી રહ્યા છે, પરંતુ હાલ સમય ઓછો હોવાના કારણે અને મેનપાવરની અછત હોવાથી સુરતમાં વેપારીઓ નવા ઓર્ડર લઈ રહ્યા નથી.

ગોવાના મુખ્ય પ્રધાનને સુરતના વેપારીઓનો સંપર્ક કર્યો - આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમને પણ રાષ્ટ્રપ્રેમ બતાવવાની તક મળી છે. સુરતને 10 કરોડ તિરંગાનો ઓર્ડર મળ્યો હતો અંદાજે બાર કરોડ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ અમારી પાસે ઓર્ડર આવી રહ્યા છે. ગોવાના મુખ્ય પ્રધાનને પણ સુરતના વેપારીઓનો સંપર્ક કરી તિરંગા બનાવવા માટે જણાવ્યું હતું પરંતુ હાલએ શક્ય નથી. કારણ કે ટૂંક સમયમાં આટલી મોટી સંખ્યામાં તિરંગા તૈયાર કરવાની સ્થિતિમાં હાલ ઉદ્યોગો નથી. ગુજરાત રાજ્ય સરકાર પણ તિરંગા બનાવવા માટે ઓર્ડર આપી રહી છે. વેપારીઓ લઈ શકે પરિસ્થિતિ નથી જેથી અમે ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga: રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ માટે BSFના જવાનો મેદાને, 5 કિમીની વોકેથોન ડ્રાઇવ યોજી

પગમાં ચપ્પલ કે બુટ પહેરતા નથી - સાથે તેઓએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં તિરંગા બનાવનાર મિલથી લઈને અને સ્થળો કામ કરનાર કારીગરો પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. જે દરેક વેપારીઓ માટે ગર્વ કરવાની વાત છે. કારણ કે તમામ કારીગરો જ્યારે પણ તિરંગા બનાવે છે ત્યારે તેઓ પગમાં ચપ્પલ કે બુટ પહેરતા નથી અને રાષ્ટ્ર સન્માનમાં તેઓ ખૂબ જ કાળજી લઈને આ તિરંગા તૈયાર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.