ETV Bharat / state

HBD BIG B: જન્મદિવસ પર બિગ બી સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા, ચાહકોને કેક કાપવાની કેમ ના પાડી, જાણો - HBD BIG B

જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાના જન્મદિવસ પર કેક કાપીને ઉજવણી કરતા હોય છે ત્યારે આજે બિગ બી તેમના જન્મદિવસ સુરતના લોકો સાથે વર્ચ્યુઅલી જોડાયા હતા. સુરતના ચાહકો કેક આપે તે પહેલા જ અમિતાભજીએ તેમને કેક ન કાપવાની અપીલ કરી હતી. સાથે જણાવ્યું હતું કે તેઓ કેક કાપવાની અને કેન્ડલ સળગાવાની પ્રથામાં માનતા નથી.

બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 7:11 AM IST

Updated : Oct 11, 2023, 7:53 AM IST

બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ

સુરત: આજે બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. દેશભરમાં તેમના ચાહકો પોતપોતાની રીતે જન્મ દિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સુરત ખાતે તેમના એક ચાહક દ્વારા ખાસ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહે બિગ બિ દ્વારા આપવામાં આવેલા ઉપહાર જેમાં સુટ, લખેલા પત્રો, ચીજ વસ્તુઓ સહિત ઓટોગ્રાફ કરેલી ટીશર્ટની પ્રદર્શની યોજી છે.

બિગ બી સુરતના લોકો સાથે વર્ચ્યુઅલી જોડાયા

કેક ન કાપવા જણાવ્યું: કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમના ચાહકો કેક આપે તે પહેલા તેઓએ ચાહકોને રોકીને કહ્યું હતું કે તેઓ કેકમાં વિશ્વાસ કરતા નથી. ગુજરાતમાં સારી મીઠાઈઓ બનતી હોય છે. તમે લોકો મીઠાઈ ખાઈને મોઢું મીઠું કરજો. આ કેક મારી સમજમાં આવતી જ નથી. આપણી સભ્યતામાં દીવડા ઓલવવામાં નહિ પરંતુ સળગાવવામાં આવે છે. અમિતાભ બચ્ચન એક્ઝિબિશન પહેલા પોતે લાઈવ જોડાયા હતા અને સુનીલ શાહથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

ઓટોગ્રાફ કરેલી ટીશર્ટ
ઓટોગ્રાફ કરેલી ટીશર્ટ

સુનિલ શાહ બિગ બીના મોટા ચાહક: અડાજણ વિસ્તાર ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ તો તેમના દુનિયાભરમાં લાખો ચાહકો છે અને તેઓ પોતપોતાની રીતે તેમની જન્મદિવસની ઉજવણી પણ કરી રહ્યા છે ત્યારે સુરત ઉદ્યોગપતિ સુનિલ શાહ પણ બિગ બીના મોટા ચાહક છે. અમિતાભ બચ્ચનને તેઓ ઘણી વખત મળી ચૂક્યા છે એટલું જ નહીં અમિતાભ બચ્ચનને તેમણે પત્ર પણ લખ્યા છે એટલું જ નહીં અમિતાભજીએ સિગ્નેચર કરેલી ટીશર્ટ પણ તેમને ગિફ્ટમાં આપી છે.

બિગ બિ દ્વારા આપવામાં આવેલા ઉપહારનું પ્રદર્શન

બિગ બીએ શૂટ પણ ભેટમાં આપ્યા: બિગ બોસ સેટ પર જે તેઓ શૂટ પહેરતા હોય છે. તેમાંથી ઘણા સૂટ પણ તેઓ સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહને આપી ચૂક્યા છે એટલું જ નહીં તેઓએ અનેકવાર તેમને ઉપહાર પણ આપ્યા છે. આ તમામ કલેક્શન એક જગ્યાએ એકત્ર કરી હવે સુનિલ શાહ તેમના જન્મદિવસ પર લોકો આ વસ્તુઓ નિહાળી શકે આ માટે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે.

"અનેકવાર અમિતાભ બચ્ચન સાથે મુલાકાત થઈ છે. તેમના જન્મદિવસ પર તેમની દ્વારા આપવામાં આવેલી ભેટો એક્ઝિબિશન તરીકે હું સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં મૂકી રહ્યો છું. જેથી આ તમામ વસ્તુઓ સામાન્ય જનતા પણ જોઈ શકે. અમિતાભ બચ્ચને કેબીસીમાં જે શૂટ પહેર્યું છે તે પણ મને આપ્યું હતું તે તમામ વસ્તુઓ આજે હું એક્ઝિબિશનમાં મૂકી રહ્યો છું. - સુનિલ શાહ ( બિગ બીના ચાહક)

  1. SRK Gets Y Plus Security: 'કિંગ ખાન'ને Y પ્લસ કેટેગરીની સુરક્ષા, જાનથી મારી નાખવાની ધમકી મળી
  2. Nitin Gadkari Biopic : મંત્રી નીતિન ગડકરી પર બનવા જઇ રહી છે બાયોપિક, આ તારીખના થશે રિલીઝ

Last Updated : Oct 11, 2023, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.