સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ કુળદેવી ફૂટવેર અને સંતકુર્પા વેપારી વચ્ચે ઘણા સમય થી ધંધાકીય અદાવત ચાલતી હતી(fights between FOOTWEAR traders in Surat) જોકે આ બંને વેપારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બંને વેપારીઓ એક બીજાને અપશબ્દો પણ બોલ્યા હતા.પરંતુ આ ઝઘડો અંતે મારામમારી સુધી પોહ્ચ્યો હતો.આ બંને વેપારીઓએ જાહેરમાં જ છુટા હાથ ની મારામમારી કરી હતી.જોકે આ સમગ્ર ઘટના દુકાન ઉપર લાગેલ CCTV માં કેદ થઇ ગઈ હતી.
ધંધો બંધ કરી દેવોઃ આ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર શ્રી કુળદેવી ફૂટવેરના માલિક ફરિયાદી રામ પ્રતાપરામ માળીએ કહ્યું હતુ કે, "અમે વર્ષોથી આ ફૂટવેર નો ધંધો કરીએ છીએ. ગુરુવાર રાત્રે 11 વાગ્યાની આસપાસ હું જ્યારે દુકાન બંધ કરતો હતો ત્યારે સંત કૃપા ફૂટવેરના માલિક વિઠ્ઠલભાઈ, સુરેશભાઈ તથા મુકેશભાઈ તેઓ કુલ 10 થી 12 માણસોને લઈને અમારી દુકાનમાં ધસી આવ્યા હતા અને અમને કહ્યું હતુ કે, તમારો ધંધો હંમેશા માટે બંધ કરી દેવો અને તમે બંધ નહીં કરો તો તમને જાનથી મારી નાખીશું."
ફરિયાદ નોંધાવીઃ વધુમાં જણાવ્યું હતુ કે, "આ વાતથી અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને અંતે ઝઘડો પણ થયો હતો. જોત જોતામાં તેમણે મને લાફો માર્યો હતો. અને ત્યારબાદ છુટા હાથની મારામારી થઈ હતી. આ પહેલા પણ વિઠ્ઠલભાઈ મને મારવાની ધમકી આપી હતી. અને આ મારામારી માં મને શારીરિક ઈજાઓ પહોંચી હતી. આ બાબતને લઈને મેં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતને લઈને તપાસ પણ કરી રહી છે. વિઠ્ઠલભાઈ ને ખબર પડી કે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે તેમણે મને ફોન ઉપર ધમકી આપી હતી કે, હું તમને સુરત છોડવા ઉપર મજબૂર કરી દઈશ. નહિ તો જાનકી મારી પણ નાખીશ." જોકે આ સમગ્ર બાબતની તપાસ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.
કોમ્પિટિશન નો જમાનોઃ સમગ્ર બાબતે સરથાણા પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું હતુ કે, "આ ઘટના 6 તારીખે રાત્રે બની હતી. અને આ ઘટનાની ફરિયાદ 7 તારીખે સવારે કરવામાં આવી હતી.બંને વ્યાપારીઓ ફૂટવેર ના જ ધંધો સાથે સંકળાયેલા છે. આજના જમાનામાં કોમ્પિટિશન નો જમાનો છે. જેથી આ બંને વેપારીઓ એકબીજા જોડે ઝઘડો કર્યો હોય તે માનવામાં આવી રહ્યું છે.હાલ અમે આ મામલે બંને વેપારીઓને પોલીસ મથકે બોલાવી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે."