ETV Bharat / state

Exclusive: ગુજરાતના ડૉકટર્સની ટીમને કેન્સર, ટીબી, એચઆઈવી નાબૂદ કરવા કરેલ કેમિકલની શોધને મળી 20 વર્ષની પેટન્ટ - એચઆઈવી

ગુજરાતના ડૉક્ટર્સ હવે મેડિકલ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી શકશે કારણ કે, જીવલેણ રોગો જેવા કે કેન્સર, ટીબી, એચઆઈવી નાબૂદ કરવા માટે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા તૈયાર એક ખાસ કેમિકલની શોધ માટે 20 વર્ષ સુધીની પેટર્ન મળી છે. જેના થકી તેઓ ભવિષ્યમાં આ જીવલેણ રોગોને નાબૂદ કરવા દવાઓ બનાવી શકાશે.

ગુજરાતના ડોકટરોની ટીમ
ગુજરાતના ડોકટરોની ટીમ
author img

By

Published : Feb 14, 2020, 7:56 AM IST

સુરતઃ શહેરના ડૉક્ટર્સ સહિતની ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર અને તેમની રિસર્ચ સ્કોલર ટીમ દ્વારા કેન્સર, એચઆઈવી, ટીબીના જુવાણુને મારવા માટે કરાયેલા કેમિકલ રિસોર્ટ અને 20 વર્ષ સુધીની પેટન્ટ મળી છે. પ્રો. હિતેશ પટેલ, સુરતના ડૉ. ધનજી રાજાણી અને ટીમ દ્વારા આ પેટન્ટ 2015માં ફાઈલ કરવામાં આવી હતી. જેને તમામ સ્ક્રુટીની અને હિયરિંગ બાદ 11ફેબ્રુઆરીએ માન્યતા મળી છે. રિસર્ચ દ્વારા શોધાયેલ આ હેટ્રોસાઈક્લિક કમ્પાઉન્ડ કેમિકલ ભવિષ્યમાં દવા બનાવા માટે પણ અનુરુપ હોવાનું જાણવા મળ્યું છે.

Exclusive: ગુજરાતના ડોકટરોની ટીમ કેન્સર, ટીબી, એચઆઈવી નાબૂદ કરવા કરેલ કેમિકલની શોધને મળી 20 વર્ષની પેટન્ટ
ગુજરાત યુનિવર્સિટીના રસાયણ વિભાગના પ્રો.હિતેશ પટેલ અને તેમની ટીમના સભ્યો ડૉ. મનોજ ભોઈ, ડૉ. મ્યુરી બોરડ, ડો.એડવીન પીઠાવાલા અને સુરતના ડોક્ટર ધનજી રાજાણી, માઈક્રો કેર લેબ સુરતના સંયુકત પ્રયાસે નોવેલ મલ્ટી રિંગ હેટ્રોસાઈક્લિક કમ્પાઉન્ડ કેમિકલના વ્યુતપનો બનાવામાં આવ્યા હતા. જેને એન્ટી-કેન્સર અને એન્ટી-ટ્યુબરક્યુલોસીસ, એન્ટી-એચઆઈવી, એન્ટી-મલેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ એક્ટિવિટી માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણથી માલુમ પડ્યું છે કે, લેબમાં બનાવવામાં આવેલ કેમિકલ અને રસાયણ દ્વારા કેન્સર, ટીબી અને એચઆઈવી જેવા રોગોને વધતા અટકાવી શકાશે કે નાબૂદ કરી શકાશે.ગુજરાત યુનિવર્સિટીના સમગ્ર ટીમ દ્વારા 2015માં ઈન્ડિયન પેટન્ટ ઓફિસ આઈપીઓ ખાતે પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી. સઘન અભ્યાસ બાદ આઈપીઓ દ્વારા નંબર 331671ને 11 ફેબ્રુઆરીના રોજ પેટન્ટની માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક બે વર્ષ માટે જ નહીં પરંતુ 20 વર્ષ સુધીની આપવામાં આવી છે. જેનાથી ભવિષ્યમાં કેન્સર, એચઆઈવી,મલેરિયા અને ટીબી જેવા રોગોને નાબૂદ કરવામાં આ રસાયણ અત્યંત મહત્વનુ સાબિત થશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની આ ત્રીજી પેટન્ટ છે એટલે કે, તેઓએ આ હેટ્રિક કરી છે. તેઓની ટીમ દ્વારા 12 પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે અને એ સિવાય અન્ય ચાર નવી પેટન્ટની અરજી પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.