સુરત શહેરના હજીરા વિસ્તારમાં (Hazira area of Surat) આવેલા રાજગરી ગામમાં ગત 1 તારીખની રાતે ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા ગાડીના કાચ તોડવા મામલે લખન પટેલ નામના યુવકને ઢોર (Sarpanch of Rajgari hit the youth ) મારમારવામાં આવ્યો હતો. તે ઉપરાંત બાઈક ઉપર બાંધી ઘસેડવામાં પણ આવ્યો હતો.
કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયની માંગણી કરેલી યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે, યુવકના પીઠ અને આંખ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) સારવાર હેઠળ છે. આ મામલે પરિવાર દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં (Hazira Police Station) ફરિયાદ નોંધાવવા છતાં હજી સુધી આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જેને લઈ આજરોજ રાજગરી ગામની મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઇ સુરત જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયની માંગણી કરેલી છે. તેમની પાસે ફિઝિકલ રીતે વોટિંગ આઈડી (Voting ID Card) કાર્ડ (Second Phase Voting) હતું નહીં. પણ તું તેમના મોબાઈલમાં વોટીંગ આઇડી કાર્ડ હતું.
ઓરીજનલ આઇડી પ્રુફ લઈને આવનારને મત આપવા દેશુ અમારા ગામના સરપંચ ધનસુખભાઈ દેવજીભાઈ પટેલના પરિવાર વિરુદ્ધ પોલીસ કમિશનને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. નાની બાબતે ગામના એક યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો હતો. કારણકે, લખન નામના વ્યક્તિ 1 તારીખના રોજ સાંજે 5:00 વાગ્યાના અરસામાં મત આપવા માટે ગયા હતા. ત્યારે તેમની પાસે ફિઝિકલ રીતે વોટિંગ આર્ટીકાર્ડ હતું નહીં. પણ તેમના મોબાઈલમાં વોટીંગ આઇડી કાર્ડ હતું. તેમણે સરપંચ, અધિકારીઓને એવું કહ્યું મારી પાસે આ રીતે મારો આઈડી પ્રૂફ છે. મને જોઈને અંદર મત આપવા માટે જવા દો. પરંતુ ત્યારે તેમને ના પાડી દેવામાં આવી હતી. તમે તમારો ઓરીજનલ આઇડી પ્રુફ લઈને આવો તેમને મત આપવા દેશું.
ઓરીજનલ આઈડી પ્રુફ છતા મત આપવા ના દીધો સરપંચના પરિવારના અન્ય સભ્યો જેઓ 05:00 વાગ્યા બાદ મત આપવા માટે આવ્યા તમને મત આપવા દીધો હતો. લખન પોતાનું ઓરીજનલ આઈડી પ્રુફ લઈને આવ્યો ત્યાર પછી પણ તેમને મત આપવા દીધો ન હતો. ત્યારબાદ સરપંચના પરિવારના અન્ય સભ્યો જેઓ 05:00 વાગ્યા બાદ મત આપવા માટે આવ્યા તમને મત આપવા દીધો હતો.પરંતુ લખનને મત આપવા દીધો નઈ હતો. આ બાબતને લઈને લખનને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.
તમામ લોકો મળીને લખનને ખૂબ જ ઢોરમાર માર્યો લખનને ખૂબ જ ગુસ્સો હતો એટલે સાંજે તેણે સરપંચના ગાડીનો એક કાચ તોડી નાખ્યો હતો. લખન પટેલ પોતે માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. આ વાતની જાણ આખા ગામને ખબર છે. તેમ છતાં સરપંચે કાચ ફોડવા બાબતે લખનને ઢોરમાર માર્યો હતો. સરપંચ ધનસુખભાઈ પટેલ, તેમનો પુત્ર કરણભાઈ પટેલ, તેમની પત્ની રીના પટેલ, તેમની છોકરી ટ્વિંકલ પટેલ તેમના પરિવારની વહુ નેહાબેન પટેલ આ તમામ લોકો મળીને લખનને ખૂબ જ ઢોરમાર માર્યો હતો.
ગામના તમામ લોકો કહી રહ્યા હતા તેમને છોડી દો આ ઉપરાંત તેમને ગાડી ઉપર બધાને એક કિલોમીટર સુધી ખસેડવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, તે ઉપરાંત તેમને ગાડી ઉપર બધાને એક કિલોમીટર સુધી ઘસેડવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ ગામના તમામ લોકો કહી રહ્યા હતા તેમને છોડી દો. પરંતુ તેઓ બધા જ લખનને મારતા જ રહ્યાહતા. આ બાબતે અમે હજીરા પોલીસ સ્ટેશનમાં સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજી સુધી પોલીસે કોઈપણ કાર્યવાહી કરી નથી.