ETV Bharat / state

પાટીદારના ગઢમાં ઠગ લોકો પાડી રહ્યા છે ગાબડું, ભાજપમાં જોડાયેલા PAAS નેતાનું નિવેદન - PM Narendra Modi

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સહિત 40 જેટલા આગેવાનો ભાજપમાં જોડાઈ (PAAS leaders joins BJP) ગયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (BJP State President CR Patil) તમામ લોકોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

પાટીદારના ગઢમાં ઠગ લોકો પાડી રહ્યા છે ગાબડું, ભાજપમાં જોડાયેલા PAAS નેતાનું નિવેદન

author img

By

Published : Nov 14, 2022, 11:14 AM IST

સુરત રાજ્યમાં જેમ જેમ ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તેમ સત્તાપક્ષ સામે વિરોધ કરતા વિરોધીઓ જ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે ભાજપ સામે વિરોધ કરનારા અને ભાજપને અપશબ્દો કહેનારા પાસના કાર્યકર્તાઓ હવે ભાજપમાં જ જોડાઈ ગયા (PAAS leaders joins BJP) છે. સુરતમાં કમલમ્ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (BJP State President CR Patil) તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમની ઉપસ્થિતિમાં પાસના કન્વીનર નિતીન ઘેલાણી અને વિજય માંગુકિયા સહિત 40 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

PAASના નેતા સહિત 40 આગેવાનો ભાજપમાં જોડાયા

સામાજિક કારણોસર આંદોલન કર્યા આ અંગે પાસ નેતા વિજય માંગુકિયાએ (PAAS leaders joins BJP) જણાવ્યું હતું કે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં પાટીદારના ગઢમાં ઠગ લોકો ગાબડું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમારી જે જૂની વિચારધારા હતી. જે પ્રમાણે અમે ભારતીય જનતા પાર્ટીના નેક સૈનિક હતા. પછી ક્યાંકને ક્યાંક કોઈ સામાજિક કારણોસર અમે આંદોલન કાર્યો સાથે જોડાયા (PAAS leaders joins BJP) હતા. આંદોલન દરમિયાન તમારી જે માગણીઓ હતી. તે માગણીઓ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવી હતી.

માગણી સ્વીકારવામાં આવી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશમાં 10 ટકા EBS અને અત્યારે EWSના માધ્યમથી જે પ્રકારે લાભ આપ્યો છે. એ એમને સ્વીકાર્ય છે. અમારી તમામ માગણીઓને સ્વીકાર કર્યા પછી જે રીતે વર્ષ 1995 પછી જન્મેલા યુવાનોને આ ઠગ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમે બનાવેલા ગુજરાતને અફઘાનિસ્તાન બનાવવા આવ્યું હોય તો અમે નહીં ચલાવી લઈએ. મફતની લાણી ક્યારે સ્વીકાર્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.