ETV Bharat / state

બાપુએ સભા ગજવીને કહ્યું કે, પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ વહીવટ જેવું કંઈ લાગતું નથી

સુરત જિલ્લાના ઓલપાડમાં કીમ ગામે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિહ વાઘેલાએ વિશાળ જનસભા સંબોધી હતી. આ જનસભામાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, પ્રજા મોંઘવારી અને બેકારીથી ત્રાસી ગઈ છે. વહીવટ જેવું કંઈ લાગતું નથી. (Gujarat Assembly Election 2022)

બાપુએ સભા ગજવીને કહ્યું કે, પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ વહીવટ જેવું કંઈ લાગતું નથી
બાપુએ સભા ગજવીને કહ્યું કે, પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ વહીવટ જેવું કંઈ લાગતું નથી
author img

By

Published : Nov 28, 2022, 1:31 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સુરત જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ઓલપાડના કીમ ખાતે કોંગ્રેસ દ્વારા જનસભાનું (Shankersinh Vaghela visits Surat) આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જન સભાએ સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. (Shankersinh Vaghela sabha in Olpad)

ઓલપાડમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિહ વાઘેલાએ સભા ગજવી

50 લાખ લોકો બેકાર બાપુએ શંકરસિંહ વાઘેલાએ સભામાં ઉપસ્થિત જંગી જનમેદનીને (Olpad sabha Shankersinh Vaghela) સંબોધતા જણાવ્યું કે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં 50 લાખ લોકો બેકાર હોવાનું બાપુએ જણાવ્યું હતું. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એવો પણ તેમણે દાવો કર્યો હતો. આ પ્રસંગે બાપુએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, પ્રજા મોંઘવારી અને બેકારીથી ત્રાસી ગઈ છે. (Shankersinh Vaghela attacked BJP)

કોંગ્રેસની સરકાર બનાવવા અપીલ બાપુએ વધુમાં કહ્યું કે, વહીવટ જેવું કંઈ લાગતું નથી. મતદારોને વિનંતી કરવા આવ્યો છું કે, તારીખ 1લી અને 5મી ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીની વિરુધ્ધમાં મતદાન કરી કોંગ્રેસની સરકાર બનાવવામાં મદદરૂપ થવા મતદારોને અપીલ કરું છું. ઉલ્લેખનીય છે કે , ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. ત્યારે સુરતમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાંકલ કરી હતી. તેમજ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.