સુરત : વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાના નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. જેને લઈને સુરતના કામરેજ વિધાનસભામાં ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot visit Surat) સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા હતા. (Rajasthan CM sabha in Surat)
PM મોદી પર પ્રહાર અશોક ગહેલોતે જનસભા સંબોધતા કહ્યું હતું કે, મોદી જે કહ્યું કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? મોદીજી 70 વર્ષમાં કોંગ્રેસે લોકતંત્ર જીવિત રાખ્યું એટલે તમે વડાપ્રધાન બની શક્યા છો. નહિ તો બની શકતા નહીં. આપ દેશ વિદેશમાં ફરો છો, ત્યારે તમારો સન્માન કરવામાં આવે છે. કારણ કે તમે ગાંધીના દેશથી આવો છો. ગાંધીજી ગુજરાતના પોરબંદરથી હતા. એ માટે તમારો સન્માન કરવામાં આવે છે. જે દેશમાં આજે પણ લોકતંત્ર ખુબ મજબૂત છે. એટલે તમારો સન્માન કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ મોરાજી દેસાઈને સત્તા આપવામાં આવી. અટલ બિહારી બાજપાઈ ચૂંટણી હારી ગયા સોનિયા ગાંધીની સત્તા આપવામાં આવી. સોનિયા ગાંધીએ ડોક્ટર મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દીધા. આ આપણા દેશની ખૂબીઓ છે. આ તમે શા માટે ભૂલી જાવ છો. (Congress in Gujarat)
આ લોકોની જ્યાં જ્યાં સત્તાઓ છે. ત્યાં લૂંટી રહ્યા છે વધુમાં જણાવ્યું કે, આ લોકોનું કહેવું અલગ છે. મોટી-મોટી વાતો કરી રહ્યા હતા. આ લોકોના ચાલ ડાહલ કોગ્રેસથી અલગ છે. આ લોકોના ચાલ ડાહલ અને મુખડો અલગ છે. આ લોકોની જ્યાં જ્યાં સત્તાઓ છે, ત્યાં લૂંટી રહ્યા છે. બધી જ જગ્યાઓ ઉપર લૂંટ ચાલી રહી છે. એટલે હાલત ખૂબ ગંભીર છે. કોગ્રેસએ મેનુફેસ્તુમાં વાયદાઓ કર્યા રાહુલ ગાંધીએ વચનો આપ્યા, આ તમામ વચનો પૂર્ણ કરવામાં આવશે. આ વાયદાઓ કરવા માટે આજે હું આવ્યો છું. (Kamrej sabha Ashok Gehlot)
વિપક્ષ વગર લોકતંત્ર શું કામનું? વધુમાં જણાવ્યું કે, લોકતંત્ર પક્ષ અને વિપક્ષ પણ હોય છે. વિપક્ષ વગર લોકતંત્ર શું કામનું? વિપક્ષ હશે તો સરકારની આલોચના થશે. હું મુખ્યપ્રધાન છું. મારી આલોચના કરવામાં આવે તો? કારણ કે આ લોકતંત્ર છે. જો સરકારની કોઈ આલેખ ના કરે તો જેમ કે, સાહિત્યકાર, પત્રકાર, લેખકો, સામાન્ય વ્યક્તિ હોય તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છે. તમારા સુરતમાં વડાપ્રધાને ચાર કાર્યકર્તાઓએ કાળો ઝંડો બતાવી દેવામાં આવ્યો હતો. એટલે તેમની ઉપર પાસા હેઠળ કેસ કરી દેવામાં આવ્યા અને આ આજે નહીં પરંતુ અમે નાનપણથી જોતા આવ્યા છે કે, વિરોધ પ્રદર્શનમાં કાળો ઝંડો બતાવવામાં આવે છે. આના સિવાય તમે લોકતંત્રમાં શું કરી બતાવશે. કાળો ઝંડો બતાવ્યો તો તમે પાસા કરી નાખ્યા. (Ashok Gehlot attacked PM Modi)
મોરાજી દેસાઈને કાળો ઝંડો વધુમાં જણાવ્યું કે, મને નાનપણની મારી એક ઘટના યાદ છે. મોરાજી દેસાઈ અમારા જોધપુરમાં આવ્યા હતા, ત્યારે તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે સ્ટેટ ઉપરથી કહ્યું કે, મને ખૂબ આનંદ થયો છે. મને કાળો ઝંડો બતાવવામાં આવ્યો છે. હવે મારી ઉંમર ખૂબ વધી જશે. માતા પણ પોતાના બાળકને કાળો ટીકો કરે છે. નજર નહીં લાગી જાય તે માટે ટીકો કરે છે. વડાપ્રધાન ઈચ્છ તે તો તેઓ પોતાની પોલીસને પૂછી શકતા હતા કે, તમે પાસા કઈ રીતે કર્યો. કાળો ઝંડો બતાવવાનો લોકતંત્રમાં અધિકાર છે. (congress candidate list 2022)
પોલીસ પોતાની નોકરી કરે સરકાર તો બદલાતી રહે વધુમાં જણાવ્યું કે, અમારા ધારાસભ્ય અનંત ચૌધરી અને ગૌરવ પંડ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમની ઉપર હુમલો કર્યો. કેસ પણ અનંત ચૌધરી અને ગૌરવ પંડ્યા ઉપર કરવામાં આવ્યો. આ અહીંની પોલીસ છે. લોકોમાં ગુજરાત પોલીસનો ખૂબ જ ડર છે. પોલીસ પોતાની નોકરી કરે છે. સરકાર તો બદલાતી રહે છે. (Gujarat Assembly Election 2022)