અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યા છે. હજુ થોડા દિવસો જ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીનો રજૂ કરવામાં આવ્યો છે એને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રને ધોખા પત્ર તરીકે કોંગ્રેસ ગણાવ્યું છે, અને આ સંકલ્પ પત્રને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. (Alok Sharma visit Ahmedabad)
ગુજરાત પર દેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા એમનું પાછલા વર્ષોનું પણ સંકલ્પ પત્ર અમે અભ્યાસ કર્યો હતો. એમાંથી 70 ટકા જેટલા વચનો ભારતીય જનતા પાર્ટી હજી સુધી પૂરા કરી શકી નથી. બીજેપીનો જે આ મેનિફેસ્ટો છે તે મેનિફેસ્ટો નહીં પરંતુ ધોખા પત્ર છે. આ ઘોષણાપત્રમાં ઘણું બધું ખોટું પણ બોલવામાં આવ્યું છે. ભાજપની સરકારે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે ગુજરાતનું દેવુ માત્ર 10 હજાર કરોડ હતું. જે આજે 4 લાખ કરોડ આંબી ગયું છે. તેમના 80 પાનાના સંકલ્પ પત્રમાં જે પ્રમાણે કોઈ નક્કર વચનો આપવામાં નથી આવ્યા અને માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે. શું આ સંકલ્પ પત્ર છે કે બજેટની ઉઠાવાયેલી કોપી તેનો પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે. (bjp resolution letter in gujarat)
મોંઘવારીનો મ પણ નથી રાષ્ટ્રીય પ્રવક્તા વધુમાં કહ્યું કે, ભાજપે તેના 2022ના સંકલ્પ પત્રમાં (Congress National Spokesperson Alok Sharma) ગુજરાતને ડ્રગ્સ અને નશાખોરીથી મુક્તિ માટે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા માટે, 22 પેપર ફૂટ્યા તે આગળથી ના ફુટે તેના માટે કોઈ જ પ્રકારની વાતો રજૂ કરવામાં નથી આવી. મોંઘવારીનો મ પણ આ સંકલ્પ પત્રમાં નથી સાથે સાથે મોરબીનો મ પણ વંચાણમાં નથી આવ્યો. મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ હજી પણ સરકારની મહેરબાનીથી બહાર ફરી રહ્યાં છે. શું તેઓ વિદેશ જતા રહ્યાં છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ? (Alok Sharma attack BJP)
સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં નથી આવી આલોક શર્માએ વધુમાં કહ્યું કે, સંકલ્પ પત્રમાં 19 નવી યુનિવર્સિટી બનાવવાની વાતો કરવામાં આવી, પરંતુ ગત વર્ષોમાં એક પણ નવી સરકારી યુનિવર્સિટી બનાવવામાં નથી આવી. તે જ પ્રમાણે 27 વર્ષના શાસનમાં એક પણ નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં નથી આવી. સ્વાસ્થ્ય અને આરોગ્ય બાબતે કોરોનાની મહામારી દરમિયાન જે પણ આરોગ્ય સેવાઓને અસર થઈ હતી તેને સુધારવા બાબતે, કોરોનાના મૃતકોને 4 લાખના વળતર આપવા બાબતે અને નિઃશુલ્ક દવા આપવાની વાત પણ કરવામાં આવી નથી. (Alok Sharma Attack bjp resolution letter)
50 ટકા મુદ્દાઓ ફરીથી રાષ્ટ્રીય પ્રવક્તા વધુમાં કહ્યું કે, આદિવાસીઓને જમીન માલિકીનો હક્ક આપવાની વાત હતી, વિચરતી વિમુક્ત જાતિના લોકોને પાકું મકાન આપવાની વાત હતી, ઠાકોર કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવાની વાત હતી, જિલ્લા આદિવાસી કલ્યાણ બોર્ડ બનાવવાની વાત હતી, રજીસ્ટર્ડ આદિવાસી સમિતિ બનાવવાની વાત હતી, વેક્ટર બોર્ન રોગ મુક્ત ગુજરાતની વાત હતી, મોબાઈલ ક્લિનિકની શરૂ કરવાની વાત હતી, પરંતુ આમાંના એક પણ વચનો ભાજપ સરકાર દ્વારા પુરા કરવામાં નથી આવ્યા. 2017ના સંકલ્પ પત્રના 50 ટકા મુદ્દાઓ ફરીથી 2022ના સંકલ્પ પત્રમાં કોપી મારી દેવામાં આવ્યા છે. ભાજપ ગુજરાતની જનતાને ના સમજ ના સમજે કારણ કે જનતા પણ હવે બધુ જાણી ગઈ છે. (Gujarat Assembly Election 2022)