ETV Bharat / state

Surat news : આહિર સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન, 238 નવયુગલોને મળશે સરકારી લાભો - સુરતમાં લગ્ન 2023

સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ દ્વારા સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ઉપસ્થિતિ રહી નવયુગલોને આશીર્વાદ આપશે. આ ઉપરાંત નવયુગલો માટે 4-4 લાખનો વીમો ઉતારવામાં આવશે. (Group Marriage in Surat)

Surat news : આહિર સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન, 238 નવયુગલોને મળશે સરકારી લાભો

author img

By

Published : Jan 27, 2023, 12:46 PM IST

સુરતમાં આહિર સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન

સુરત : આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 28 જાન્યુઆરીના રોજ 29માં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન સમારોહમાં 238 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે.આ લગ્ન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહી નવયુગલોને આશીર્વાદ આપશે. ઉપરાંત આ સમારોહમાં અંદાજીત 1 લાખ કરતાં વધારે સંખ્યામાં 238 નવયુગલોને આશીર્વાદ આપવા સ્નેહીજનો ઉપસ્થિત રહેનાર છે. આ લગ્ન સમારોહ કોરોના ત્રણ વર્ષ બાદ આયોજન કરવામાં આવી રહ્યો છે.

238 નવયુગલો જે પ્રભુતામાં પગલાં માંડશે આ સમૂહ લગ્ન સમારોહમાં 238 નવયુગલો જે પ્રભુતામાં પગલાં માંડશે. તેમનો 4-4 લાખનો વીમો ઉતારવામાં આવશે અને તેનું સંપૂર્ણ પ્રીમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે. સાથે જ ગુજરાત સરકારની યોજના સાતફેરા સમુહ લગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજનાના 24 હજાર રૂપિયા દરેક દીકરીને સંસ્થા દ્વારા સરકારમાંથી લાવી આપવામાં આવશે.

આ પણ વાંચો : Lover couple suicide પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી તો પરિવારે તેમના પૂતળાના કરાવ્યાં અનોખા લગ્ન

1 લાખ કરતાં વધારે સંખ્યામાં લોકો ઉપસ્થિત મળતી માહિતી મુજબ સુરત આહીર સમાજ સમિતિ દ્વારા ગોડાદરા ખાતે 29માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 238 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્ન સમારોહમાં ખાસ કરીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ આહીર સમાજના અગ્રણીઓ મુળુ બેરા, સાંસદ પૂનમ માડમ, નટુ ભાટુ જેવા આહીર સમાજના ધારાસભ્યો, સુરતના મંત્રી પ્રફુલ પાનસુરીયા, મુકેશ પટેલ સાથે જ ગુજરાતભરમાંથી 300 કરતા વધારે આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. 238 નવયુગલોને આશીર્વાદ આપવા માટે 1 લાખ કરતાં વધારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Property Rights of Daughter in India: લગ્ન બાદ પણ દીકરીને મિલકતમાં હક મળે કે નહીં?, જાણો શું કહે છે કાયદો

નવયુગલોને સરકારની યોજનાનો લાભ આપવામાં આવશે આહીર સમાજ સમિતિ ટ્રસ્ટી જીતુ કાછડે જણાવ્યું કે, આ સાથે કેન્દ્ર અને ગુજરાત સરકારના યોજના આ નવયુગલોને લાભ કઈ રીતે મળે તેની માટે વડાપ્રધાન વીમા જ્યોતિ યોજના, વીમા સુરક્ષા યોજના, ગુજરાત સરકારની યોજના કુવરબાઈ અને સમૂહ લગ્ન સાતફેરા આ ચાર યોજનાનો લાભ નવયુગલોને આપવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તે ઉપરાંત ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર વોલેન્ટિયર્સ આ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે ખડે પગે તૈનાત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.