ETV Bharat / state

રવિવારે સુરતમાં GPSCની પરીક્ષા લેવામાં આવી

કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં રવિવારે GPSCની પરીક્ષાઓ લેવામાં આવી. જેમાં 13,696 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કાની પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓનો ઘટાડો જોવા મળ્યો હતો.

રવિવારે સુરતમાં GPSCની પરીક્ષા લેવામાં આવી
રવિવારે સુરતમાં GPSCની પરીક્ષા લેવામાં આવી
author img

By

Published : Mar 21, 2021, 9:17 PM IST

  • કોરોના મહામારી વચ્ચે યોજાઈ GPSCની પરીક્ષાઓ
  • સુરતમાં નોંધાયા હતા 13,696 પરીક્ષાર્થીઓ
  • બે તબક્કામાં યોજાઈ હતી પરીક્ષાઓ

સુરત: રવિવારે સુરત શહેરમાં GPSCની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં પરીક્ષાર્થીઓને બે તબક્કામાં પરીક્ષાઓ આપવાની હતી. પ્રથમ તબક્કાની પરીક્ષા સવારે 10થી 1 વાગ્યા સુધી, જ્યારે બીજા તબક્કાની પરીક્ષા બપોરે 3થી 6 વાગ્યા સુધી યોજાઈ હતી. સુરતમાં કોરોનાને કારણે BRTS બસ બંધ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓ પાસેથી ઓટો રિક્ષા ચાલકો દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવ્યા હતા. આ સિવાય પણ વિદ્યાર્થીઓને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીજા તબક્કાની પરીક્ષામાં જોવા મળી પરીક્ષાર્થીઓની ઘટ

સુરતમાં રવિવારે અલગ અલગ વિસ્તારોમાં GPSCની પરીક્ષાઓ યોજાઈ હતી. સુરતના 46 કેન્દ્રો પર આ પરીક્ષાઓ યોજાઈ હતી. જેના માટે કુલ 13,696 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વહીવટી વર્ગ 1 અને 2માં નગરપાલિકા મુખ્ય અધિકારીઓની પરીક્ષા આપી હતી. જોકે, પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘણા પરીક્ષાર્થીઓએ ગેરહાજર રહ્યા હતા અને બીજા તબક્કાની પરીક્ષાઓમાં કેટલાક વિદ્યાર્થીઓની ઘટ પણ જોવા મળી હતી.

તમામ ઇલેક્ટ્રોનિક સાધનો પર મનાઈ

સુરતના 46 કેન્દ્રો ઉપર સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેથી પરીક્ષાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સમાં રહીને પરીક્ષા આપી શકે તે રીતે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પાસેથી કૉલ-લેટર બોલપેન અને માસ્ક, સેનેટાઈઝર સિવાય કોઈપણ ઇલેક્ટ્રોનિક પ્રકારની વસ્તુઓ કેન્દ્રની અંદર લઈ જવા દેવામાં આવી ન હતી. કોરોનાને કારણે પરીક્ષાર્થીઓને માત્ર માસ્ક, હેન્ડ સેનેટાઈઝર અને કોલ-લેટર લઈ જવા દેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.