ETV Bharat / state

સરકારી શાળાના આચાર્યની અનોખી પહેલ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મેથ્સ સોલ્યુશનના વીડિયો તૈયાર કર્યા

સુરત: બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગણિત જેવા વિષયનું પેપર વિદ્યાર્થીઓ સરળતાથી આપી શકે તે માટે સરકારી શાળાના આચાર્યએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે ગણિતના કુલ 70 વીડિયો બનાવી તેના QR કોડ રીલીઝ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓમાં ગણિતની પરીક્ષા માટે જે ભય છે. તે દૂર થાય અને નબળી પરિસ્થિતીના વિદ્યાર્થીઓ વીડિયો પરથી વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકે.

author img

By

Published : Jan 6, 2020, 3:35 PM IST

સુરત
સરકારી શાળાના આચાર્યની અનોખી પહેલ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મેથ્સ સોલ્યુશનના વિડિયો તૈયાર કર્યા

એક તરફ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિગ લેતા હોય છે. ત્યારે મસમોટી ફી ન ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએ આવનારી ધો-10ની ગણિતની પરીક્ષામાં ઉપયોગી થઇ શકે એવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વિડિયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે. ગણિતનું પેપર દરેક વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટા પડકાર સમાન છે. ગણિત જેવા વિષયનું પેપર વિદ્યાર્થીઓ સરળતાથી આપી શકે તે માટે સરકારી શાળાના આચાર્યએ આ પહેલ કરી છે.

સરકારી શાળાના આચાર્યની અનોખી પહેલ: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મેથ્સ સોલ્યુશનના વીડિયો તૈયાર કર્યા

તેમણે "નરેશ મહેતાએડયુ'' ચેનલ પર કુલ 70 વીડિયો અપલોડ કર્યા છે. હાલ ગણિત-વિજ્ઞાનનો અભ્યાસક્રમ બદલાયો છે. જેની ચિંતા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે, ત્યારે આ QR કોડના માધ્યમથી વીડિયો જોઈ બોર્ડના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ દાખલાઓ સમજવામાં આસાન બનશે. જો વિદ્યાર્થીઓ કોઇ ચેનલ કે. વોટ્સએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વીડિયો નિહાળી શકશે.

આચાર્ય નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવે છે. તેમના ગણિત, અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં વીડિયો અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોઇ ચુક્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાતુર બનેલા નરેશ મહેતાના આ પ્રેરણાદાયી કાર્યને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ બિરદાવેલું છે.

Intro:સુરત :બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ખાસ ગણિતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગણિતનો હાઉ ડરાવતો હોય છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતા હોય છે,અને આ વખતે ગણિત-વિજ્ઞાાનનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી વિદ્યાર્થીઓને સહજ ચિંતા પણ છે ત્યારે સુરતના સરકારી શાળાના આચાર્યે ધોરણ દસના વિદ્યાર્થીઓ ની ચિંતા દૂર કરવા માટે ગણિતના કુલ 70 વિડિયો બનાવ્યા છે. તેના ક્યુઆર કોડ રીલીઝ કર્યા છે જેથી વિદ્યાર્થીઓમાં મનથી ગણિતની પરીક્ષા માટે જે ભય છે તેને દૂર કરવામાં મદદરૃપ બને છે

Body:એક તરફ બોર્ડ ની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળા ઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ લેતા હોય છે ત્યારે મસમોટી ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએ આવનારી ધો-10ની ગણિતની પરીક્ષામાં ઉપયોગી થઇ શકે એવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વિડિયો તૈયાર કર્યા છે.આજે દરેક લોકો પાસે સ્માર્ટ ફોન હોય છે. બીજી તરફ ગણિતનું પેપર દરેક વિદ્યાર્થી અને વાલીઓ ને ભયભીત કરે છે જેથી સરકારી શાળાના આચાર્યએ આ પહેલ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી અને મદદરૂપ બને એવું વિડીયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે..

આચાર્ય નરેશ મહેતાએ "નરેશમહેતાએડયુ''ચેનલ પર અપલોડ કર્યા છે. કુલ 70 વિડિયો છે.હાલ ગણિત-વિજ્ઞાાનનો અભ્યાસક્રમ બદલાયો છે જેની ચિંતા પણ વિદ્યાર્થીઓ માં જોવા મળી રહી છે ત્યારે આ QR કોડના માધાયમ થી જે વિડીયો છે તેને જોઈ બોર્ડના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ દાખલાઓ સમજવામાં આસન બનશે. જો વિદ્યાર્થીઓ ને કોઇ ચેનલ કે વોટ્સએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વિડિયો નિહાળી શકે. 

આચાર્ય નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવે છે.એવું જ નહીં નરેશ મહેતાના ગણિત, અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડિયો અત્યારસુધીમાં પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોઇ ચુક્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાતુર બનેલા નરેશ મહેતાના આ પ્રેરણાદાયી કાર્યને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પણ બિરદાવ્યુ હતું.

નરેશ મહેતાએ જણાવ્યુ હતુ
કે આ વર્ષે અભ્યાસક્રમ સાથે પેપરસ્ટાઇલ પણ બદલાઈ છે. એક આંકડા મુજબ દર વર્ષે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માત્ર ગણિતમાં જ નાપાસ થઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓગણિત ના પેપર ને લઈ ભયભીત અને માનસિક તાણ માં હોય છે. જેથી તેઓને આ ટેકનોલોજીના ઉપયોગ થી તેમનામાં પરીક્ષાનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના 542 વીડિયોમાં 85 બોર્ડ પરીક્ષા સંદર્ભના વિડીયો છે જેના 70 QR કોડ બનાવ્યા છે. નવા અભ્યાસક્રમના લગભગ તમામ પ્રકારના દાખલાઓ અને તેની રીત આ વિડિયોમાં છે.  Conclusion:કેટલાક વિદ્યાર્થીઓ ટયુશન પણ જઇ શકતા નથી. પરંતુ લગભગ તમામના ઘરે એન્ડ્રોઇડ મોબાઇલ તો હોય છે જેની મદદથી તેઓ ઘરે બેઠા ઓનલાઇન એજ્યુકેશન મેળવી શકે છે. 

બાઈટ : નરેશ મહેતા ( આચાર્ય)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.