સુરત: કામરેજ તાલુકાના મામલતદારને કામરેજ તાલુકા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક મંડળના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે અગાઉ અમારા પડતર પ્રશ્નો બાબતે સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો અમારા પ્રતિનિધિઓ દ્વારા થઈ ચૂકી છે. તેમાં સરકારએ પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ કરી હતી છતાં કોઈ નિરાકરણ આવેલું નથી.
આંદોલનની ચીમકી: તેમને વધુમાં જણાવ્યું હતું કે પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવેલું તેમ છતાં લાંબા સમયથી પડતર માગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોય અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા સંચાલક મંડળમાંમાં રોષ વધી રહ્યો છે. જેથી અગામી દિવસોમાં ન છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ સંચાલકોને પડશે.
'આજ રોજ સસ્તા અનાજની દુકાન ધારકોએ આવેદન પત્ર આપ્યું છે. તેઓના સ્ટેટ લેવલનો એસોસિયેશન દ્વારા પણ ગાંધીનગર આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તેઓની મુખ્ય માંગણી કમિશનમાં પગાર વધારો કરવાની માગણી છે. તેમજ અન્ય માંગણીઓ પર આવેદન પત્રમાં ટાંકવા આવી છે.' -રશ્મિન ઠાકોર, મામલતદાર, કામરેજ
અનાજના જથ્થાની ડિલિવરી લેવાની મનાઈ: તેમને વધુમાં જણાવ્યું હતું કે તારીખ 4 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીને પત્ર દ્વારા જણાવેલ છે કે અમારા રેશન એસોસિએશન ડીલરને કમિટમેન્ટ મળેલ છે. છતાં પડતર લાંબા માગણીઓ સમયથી ઉકેલાય નથી જેથી ન છૂટકે મજબૂરી વશ થઈ સહકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કારમી મોંઘવારીમાં રાજ્ય લેવલના અને તાલુકા લેવલના બંને એસોસિયસનો સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સર્વાનુમતે નક્કી આગામી સપ્ટેમ્બર સાધારણ સભામાં થયા મુજબ 2023 નો અનાજનો જથ્થો કોઈપણ ડીલર દુકાનદાર લેશે નહીં અને વિતરણ કરશે નહિ તેમ જણાવેલ છે.