સુરત : જિલ્લા કલેક્ટરે સુરત લક્ઝરી બસ એસોસિએશન સાથે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર વતન તરફ જવા માંગતા રત્ન કલાકારો અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કિલો મીટર દીઠ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સુરતથી લક્ઝરી બસના સંચાલકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવશે. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જે તે જિલ્લાના મામલતદારની પરવાનગી મેળવવામાં આવશે. જ્યાં પરવાનગી મળતા સુરતથી મુસાફરો ભરેલી બસ વતન રવાના કરવામાં આવશે.
આ માટે લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે આ માટે જિલ્લામાં બે ચેક પોસ્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં મુસાફરોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ ધ્યાન રાખી બસમાં મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. 400 કિલો મીટર સુધી 1000 ભાડું, 500 કિલો મીટર સુધી 1200 રૂપિયા ભાડું અને 500થી વધુ કિલો મીટરના 1500 રૂપિયા સુધીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.