સુરત: દુબઈથી આવતી ફ્લાઈટમાં 48 કિલો સોનાની દાણચોરી કેસમાં પોલીસ કમિશનર અજય તોમરે ઈમિગ્રેશન વિભાગના પીએસઆઇ પરાગ દવેને સસ્પેન્ડ કર્યા છે. દાણચોરી કેસમાં પકડાયેલા ત્રણ આરોપી મોહમ્મદ સકીબ, ઉવેશ શેખ અને યાસીન શેખની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગના પીએસઆઇ પરાગ દવે આ સમગ્ર મામલે સંડોવાયેલા છે. પરાગ દવે સુરત પોલીસ વિભાગના અધિકારી છે અને તેમની સંડોની બહાર આવતાં આજે પોલીસ કમિશનરે દવેને સસ્પેન્ડ કરી દીધો છે. હવે આ ગંભીર મામલે તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ ના મહિલા ડીસીપી રૂપલ સોલંકી કરી રહ્યા છે.
ડીઆરઆઈએ શરૂ: પરાગ દવે સાથે વીડિયો કોલ કરવાં માટે કહેવામાં આવ્યુ હતું. મોહમ્મદ સકીબ, ઉવેશ શેખ અને યાસીન શેખ આ સમગ્ર મામલે માત્ર કેરિયરની ભૂમિકા ભજવી રહ્યા હતા. દુબઈથી ગોલ્ડ કઈ રીતે એરપોર્ટ આવે છે અને તેને એરપોર્ટ થી બહાર નીકળવા માટેની સમગ્ર પ્રક્રિયા પરાગ દવે કરતો હતો. આરોપીએ ડીઆરઆઈના અધિકારીઓને જણાવ્યું હતું કે, ને દુબઈ માંથી જણાવવામાં આવ્યું હતું કે એરપોર્ટ પર જઈ પરાગ દવે સાથે વીડિયો કોલ કરાવીને ત્યાર પછી જ આજે કનસાઈનમેન્ટ છે તેમને આપે. આ ત્રણેય આરોપીની માત્ર આટલી જ ભૂમિકા અત્યાર સુધી બહાર આવી છે. જ્યારે પરાગ દવે કોના ઇશારે આ સમગ્ર ઘટનાને અંજામ આપતો હતો અને કઈ રીતે અને ક્યારથી આ સ્મગલિંગની ઘટનામાં તેની સંડવણી છે. તે અંગેની તપાસે ડીઆરઆઈએ શરૂ કરી છે.
સીમકાર્ડ રસ્તા પર ફેંકી નાખ્યા: સ્થળે દરોડા પાડવામાં આવ્યા આગળની આખી ચેન સાથે તે સંપર્કમાં હોવાથી પરાગ દવેએ સીમકાર્ડ રસ્તા પર ફેંકી નાખ્યા હતા. સ્મગલિંગ ના આખા ચેનલને ચલાવવા માટે તેઓ વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. પરાગ દવે પાસેથી બ્લેન્ક 12 લાખ રૂપિયાના ચેક પણ મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં સોનાની દાળ ચોરીની ઘટનામાં હવાલા ની પણ વાત સામે આવી શકે છે. આ માટે હવે આવકવેરા વિભાગ પણ તપાસે લાગી છે.બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે પરાગ દવે સહિત ત્રણ આરોપીઓને અધિકારીઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યા હતા. રિમાન્ડની માંગણી નહીં કરાતા તેમને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાએરપોર્ટ પરથી 25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં 4 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ડી આર આઈ ના અધિકારીઓએ આ સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત પણ કરી છે.