ETV Bharat / state

Geeta Rabari Surat Dayro: હજીરા રાજેશ્વર મહાદેવ મંદિરે લોકડાયરામાં ગીતા રબારીએ મોજ કરાવી - ગીતા રબારી

સુરતના હજીરા સ્થિત શ્રીરાજેશ્વર મહાદેવ મંદિરે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગીતા રબારીએ ભજન, લોકગીત ગાયન કર્યું હતું. આ લોકડાયરામાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ ડાયરામાંથી ઊભા થયેલા રૂપિયાને

Surat News : હજીરા રાજેશ્વર મહાદેવ મંદિરે લોકડાયરામાં ગીતા રબારી પર રુપીયાનો વરસાદ

author img

By

Published : Feb 9, 2023, 11:32 AM IST

હજીરા સ્થિત મંદિરની સાલગીરી નિમિતે લોકડાયરાનું આયોજન

સુરત : શહેરના હજીરા સ્થિત રાજગરી ગામ ખાતે શ્રીરાજેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. અહીં ગીતા રબારી હાજર રહ્યા હતા. જેમાં ગીતા રબારીના ભજન અને લોકગીત પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. હંમેશાની જેમ આ વખતે પણ ગીતા રબારીના ડાયરામાં હજારો લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. જે મંદિરના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવશે.

શ્રી રાજેશ્વર મહાદેવ દાદા : સુરતના હજીરા સ્થિત શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર ગ્રામજનોના સહયોગથી નિર્માણ કરાયું છે, ત્યારે મંદિરની 9મી સાલગીરી હોય અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરની 9મી સાલગીરીની ઉજવણીના ભાગરૂપે અહીં લોકડાયરાનું આયોજન કરાયું હતું આ લોકડાયરામાં કચ્છી કોયલ ગીતા રબારી હાજર રહ્યા હતા. જ્યારે ગીતા રબારીએ ડાયરાની શરૂઆત કરી ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એક બાદ એક રૂપિયાની વરસાદ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Geeta Rabari: સ્વર સેવા અને સંગીતનો ત્રિવેણી સંગમ, ફ્રીમાં અન્નસેવા હેતું ફંડ એકઠું થયું

8 લાખ જેટલી રકમ એકત્ર થઈ : અહીં યોજાયેલા ડાયરામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગીતા રબારીના ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અહીં લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા 8 લાખ જેટલી રકમ એકત્ર થઈ ગયી હતી. આ તમામ રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ ડાયરા દરમિયાન મંદિર ગીતા રબારીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા હતા. ગીતા રબારીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

આ પણ વાંચો : વલસાડમાં 51 શક્તિપીઠ મંદિર માટે યોજાયો લોકડાયરો, કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે બોલિવુડને આપી દીધી સલાહ

લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો : ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અવારનવાર લોક ડાયરાનું આયોજન થાય છે અને અનેક નામી કલાકારો ડાયરામાં હાજરી આપે છે તેમજ લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ કરે છે, ત્યારે હજીરા વિસ્તારમાં યોજાયેલા ડાયરામાં પણ ગીતા રબારીના ભજન પર મંત્રમુગ્ધ થઇ લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ ગીતા રબારી ડાયરામાં ભજન ગાઈ રહી હતી બીજી બાજુ લોકો ભજન પર ઝૂમતા પણ નજરે જોવા મળ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.