- કોરોનાના વધતા કેસ અંગે શાળા સંચાલકોમાં રોષ
- ચૂંટણીમાં છૂટછાટ આપવાથી કોરોનાના કેસ વધ્યા
- સ્કૂલોમાં ફિઝિકલ અભ્યાસ બંધ કરી દેવાયો
- ક્રિકેટમાં ભેગા કરવાથી કોરોનાના કેસ વધ્યા
આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો
સુરતઃ રાજ્ય સરકારના કારણે રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આ અમે નહીં, પરંતુ શાળા સંચાલકો કહી રહ્યા છે. શાળા સંચાલકોએ કોરોનાના વધતા કેસ સામે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, ચૂંટણી સમયે તથા T20 મેચ દરમિયાન જો રાજ્ય સરકારે પૂરતુ ધ્યાન રાખ્યું હોત તો આ કેસોની સંખ્યામાં વધારો ન થાત.
વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડીઃ શાળા સંચાલકો
શાળા સંચાલકોમાં રોષ સાથે જણાવ્યું કે, એક તો માંડ માંડ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવી રહ્યા હતા. તેમાંય કોરોનાના કેસ વધતા ફરી શાળાઓ સુની થઈ ગઈ છે. જે રીતે લાંબુ વેકેશન થયું છે તેને જોતા વિદ્યાર્થીઓ આળસુ બની ગયા છે અને તેમને સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.
આ પણ વાંચોઃ ખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા