ETV Bharat / state

Navratri 2023 : આ નવરાત્રી બનશે વધુ સુરક્ષિત, સુરતના ગરબા આયોજકો દ્વારા ખાસ આયોજન - હોસ્પિટલની ટીમ નવરાત્રી આયોજનમાં ઉપસ્થિત

સુરત સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે. ખાસ કરીને ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરતા હોય અને ત્યારે જ તેમને હાર્ટ એટેક આવી ગયાના કિસ્સા પણ બન્યા છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખી નવરાત્રીમાં ગરબા આયોજકો દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. શહેરના ગરબા આયોજકો હવે ગરબા આયોજનના સ્થળે જ મીની હોસ્પિટલની સુવિધા ખેલૈયાઓ માટે ઊભી કરશે. જેથી અનઇચ્છનીય સંજોગોમાં તાત્કાલીક સારવાર મળી રહે.

Navratri 2023
Navratri 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 3:40 PM IST

આ નવરાત્રી બનશે વધુ સુરક્ષિત, સુરતના ગરબા આયોજકો દ્વારા ખાસ આયોજન

સુરત : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકો હાર્ટ અટેકના શિકાર બની રહ્યા છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા તેઓ જીવ ગુમાવી રહ્યા છે. તાજેતરમાં જ સુરત શહેરના પલસાણા તાલુકામાં ગરબા રમતી વખતે 21 દર્શન રાઠોડનું હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું હતું. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી હાલ સુરતના ગરબા આયોજકો પણ સતર્ક થયા છે. નવરાત્રી પર્વ પર કોઈ પણ ખેલૈયાની તબિયત લથડે અથવા તો આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ખેલૈયાઓ માટે ખાસ આયોજન : ગરબાના આયોજનમાં ખેલૈયાઓ ભક્તિ અને ગરબામાં મગ્ન રહે અને કોઈપણ પ્રકારનો વિઘ્ન ન પડે આ માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. ગરબા આયોજકો હવે ખેલૈયાઓના હૃદયનું પણ ધ્યાન રાખી રહ્યા છે. ગરબાના આયોજક હવે હોસ્પિટલ સાથે કરાર કરી રહ્યા છે. જે અંતર્ગત એક પ્રશિક્ષિત મેડિકલ ટીમ આયોજન સ્થળ પર તૈનાત રહેશે. જેથી નવરાત્રી આયોજનના સ્થળે જ એક મીની હોસ્પિટલની સુવિધા ખેલૈયાઓને મળી રહેશે.

અમે એક હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. આ હોસ્પિટલની ટીમ નવરાત્રી આયોજનમાં ઉપસ્થિત રહેશે. એક મીની હોસ્પિટલની સુવિધા અહીં ખેલૈયાઓને મળી રહેશે. જો અચાનક જ ગરબા રમતી વખતે કોઈની તબિયત લથડે તો તેને તાત્કાલિક જ સારવાર મળી રહેશે. -- હિરેન કાકડીયા (ગરબા આયોજક)

ગરબા સ્થળે મીની હોસ્પિટલ : શહેરના ગરબા આયોજક દ્વારા ગરબા સ્થળ પર મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જ્યારે ડોક્ટરોની ટીમ પણ ત્યાં તૈનાત રહેશે. કોઈપણ સ્થિતિમાં ખેલૈયાઓને તાત્કાલિક સારવાર અને એક્સપર્ટ ઓપિનિયન મળી રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ સહિત એમ્બ્યુલન્સ સજ્જ જોવા મળશે. ઉપરાંત ગરબા આયોજન સ્થળે ઇસીજી સહિતની તમામ વ્યવસ્થા રહેશે.

તાત્કાલિક તબીબી સેવા : સુરતમાં ગરબા આયોજન કરનાર હિરેન કાકડીયાએ જણાવ્યું હતું કે, કોરોના બાદ અમે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કિસ્સા વધી ગયા છે. નવરાત્રીના આયોજનમાં પણ અમે તેની કાળજી લઈ રહ્યા છે. અમે એક હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. આ હોસ્પિટલની ટીમ નવરાત્રી આયોજનમાં ઉપસ્થિત રહેશે. એક મીની હોસ્પિટલની સુવિધા અહીં ખેલૈયાઓને મળી રહેશે. જો અચાનક જ ગરબા રમતી વખતે કોઈની તબિયત લથડે તો તેને તાત્કાલિક જ સારવાર મળી રહેશે. ઉપરાંત જો તબિયત વધારે ખરાબ લાગશે તો એક એમ્બ્યુલન્સ પણ અહીં તૈનાત જ રહેશે. મેડિકલ સારવારમાં દવાથી લઈ ઓક્સિજન સુધીની તમામ પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવશે.

  1. Navratri 2023: નવરાત્રીને વધાવવા માટે અનોખા થનગનાટની સાથે અવનવા સ્ટેપની તાલીમ મેળવી રહ્યા છે ખેલૈયાઓ
  2. Navratri 2023 : નવરાત્રીમાં ખેલૈયાઓનું સ્મિત ચમકશે, સુરતવાસીઓ દાંત પર લગાવી રહ્યા છે ડાયમંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.