સુરત: સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ખાસ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે. આમ તો સંપૂર્ણ રીતે ભક્તિમય વાતાવરણ છે. પરંતુ જ્યારે ભાવિક ભક્તો આ ગણેશ પંડાલની અંદર જશે. ત્યારે તેઓ ચોંકી જશે કારણ કે ગણેશ પંડાલની અંદર નવા સંસદ ભવનની તમામ પ્રતિકૃતિ જોવા મળશે. તેમાં અખંડ ભારત હોય કે ચોલ વંશના રાજા આ તમામ પ્રતિકૃતિઓ ગણેશ ભંડારની અંદર જોવા મળશે.
"આ વખતે ગણેશ પંડાલને અમે નવા સંસદ ભવનની થીમ પર તૈયાર કર્યું છે. આ થીમ પર પંડાલ બનાવવા માટે અમને અઢીથી ત્રણ મહિના લાગ્યા છે. જ્યારે ગણેશ ભક્તો પંડાલની અંદર આવશે. જે રીતે નવા સંસદ ભવનમાં પ્રતિકૃતિ છે. તે જ પ્રતિકૃતિ અમે આ પંડાલની અંદર બનાવી છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનનું ઉદધાટન કર્યું છે. ."-- મેહુલ જોષી (આયોજક)
મંડપની અંદર જ વિસર્જિત: સાથે તેઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની વાત કરવામાં આવે તો અમે ગયા વર્ષે રામસેતુ ગણેશ પંડાલની અંદર બનાવ્યા હતા. જેમાં આખા સુરતમાં અમારો પ્રથમ ક્રમમાં આવ્યો હતો. ત્યારે ભક્તો આ પંડાલની અંદર આવશે. ત્યારે તેમને જે અનુભૂતિ નવા સંસદ ભવનની અંદર જવાથી થાય તે જ અનુભૂતિ અહીં આવીને અહીંની પ્રતિકૃતિ જોઈને થશે. લોકોને ખબર પડશે કે જેને અમે લોકતંત્રનું મંદિર કહીએ છીએ તે કેવું દેખાય છે.
સંસદ ભવનની પ્રતિકૃતિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલ સહિતના મહાનુભાવોની તસ્વીર પણ આ પંડાલની અંદર બનાવવામાં આવી છે. આ સાથે નવા સંસદ ભવનમાં જે રીતની તસ્વીર છે તે પણ જોવા મળશે. આ સંસદ ભવનની પ્રતિકૃતિ સાથે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પણ જોવા મળશે. ગણેશજીની પ્રતિમા જોઈ એક તરફ લોકોને ભક્તિ નો અનુભવ થશે ત્યારે બીજી બાજુ અશોક સ્તંભ અને નવા સંસદ ભવનની પ્રતિકૃતિ જોઈ રાષ્ટ્રભાવના પણ જાગૃત થશે.