સુરત: આમ તો ગણેશ ઉત્સવ પર લોકો મંડપ અને ગણેશજીની પ્રતિમા પર હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. પરંતુ સુરતીઓ માત્ર શ્રીજીના આગમનમાં 10થી 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શ્રીજીનું આગમન માટે ગણતરીના કલાક માટે હોય છે પરંતુ આ ગણતરીના કલાકો માટે સુરતમાં લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. અધ્યતન લાઈટ, ડીજે અને કલાકારોને બોલાવવામાં આવે છે. અનેક પ્રકારની આતિશબાજી પણ થતી હોય છે.
ટાઇટેનિક લાઈટ ગુજરાતમાં પ્રથમવાર: સુરતમાં આકર્ષક શ્રીજીના આગમન માટે આ વખતે શક્તિ ગ્રુપ ફાઈટર દ્વારા ખાસ દિલ્હીથી કલાકારો બોલાવવામાં આવ્યા હતા. હોળીના પર્વ પર કાશીમાં જે સ્મશાનમાં જે કલાકારો હોળી રમતા નજરે આવે છે તે જ કલાકારો સુરતના આ ગ્રુપ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જે કાશીમાં દ્રશ્યો સર્જાતા હોય છે તે જ દ્રશ્યો સુરતમાં સર્જાયા હતા. એટલું જ નહીં કલાકારો રામ-સીતા અને ભગવાન કૃષ્ણ બનીને પણ હાજર રહ્યા હતા.
'પર્યાવરણની જાળવણી અને તાપી શુદ્ધિકરણને ધ્યાનમાં રાખી અમે વિચાર કર્યો હતો કે ગણેશ વિસર્જન મંડપમાં જ અમે કરીશું અને ત્યારથી જ અમે લાગ્યું કે અમે જો વિસર્જન મંડપમાં કરી રહ્યા છે તો શ્રીજીના આગમનને ભવ્યથી પણ ભવ્ય કરવાનું છે આ જ કારણ છે કે અમે આગમનને લઈ તૈયારીઓ કરતા હોઈએ છીએ. ટાઇટેનિક લાઈટ ગુજરાતમાં પ્રથમવાર આ શ્રીજીના આગમનમાં વપરાઈ હતી.' - રવિ ખરાડી, શક્તિ ગ્રુપ ફાઈટરના પ્રમુખ
હનુમાનજીની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની: સનાતન ધર્મની ભવ્યતા બતાવવા માટે દિલ્હીથી કલાકારો આવ્યા હતા અને તેઓ ભગવાન રામ સીતા અને કૃષ્ણ બન્યા હતા અને સૌથી અગત્યની વાત છે કે આ સંપૂર્ણ આગમનમાં હનુમાનજીની ઉપસ્થિતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મંડપના સભ્યો જ ફંડ એકત્ર કરે છે અને તેનાથી જ ભવ્ય સ્વાગત થાય છે. જેમાં આ વખતે પણ 15 થી 20 લાખ રૂપિયા ખર્ચ થયો છે. ઉલ્લેખીય છે કે સુરતીઓ આ શ્રીજી આગમનની રાહ જોઈને બેઠા હોય છે.