સુરત : CR પાટીલ જન્મદિવસની ઉજવણીના (Birthday of CR Patil) દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો મળવા માટે કલાકો રાહ જોઈ રહ્યા હતાં. એટલું જ નહીં રાજકારણ, ટેક્સટાઇલ, હીરા અને સામાજિક ક્ષેત્રથી જોડાયેલા લોકો સવારથી જ તેમના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા હાજર થઇ ગયા હતા .સાથો સાથ ઉપહારો (CR Patil Birthday Programs) પુષ્પગુચ્છ ભેટમાં મળ્યા છે.
આ પણ વાંચો : C R Patil Rakt Tula : રક્ત તુલા પૂર્ણ થતાં પાટીલ નીચે ઉતર્યા ને છૂટી પડી તુલા
જરૂરિયાત મંદ લોકો સમર્પિત ગિફ્ટો - CR પાટીલના જન્મદિન પર તેમને મોન્ટ બ્લેન્ક પેન તેમના પ્રશંસા કે ગિફ્ટમાં આપી છે. આ વિશ્વની સૌથી મોંઘી પેનમાંથી એક સામેલ છે. બીજી બાજુ તેમને ચાંદીના અનેક (CR Patil Birthday Gift) ઉપહારો મળ્યા છે. જેમાંથી ચાંદીના કમલ, ગાય અને વાછરડાનો મોમેન્ટો સામેલ છે. CR પાટીલના નજીકના લોકો જણાવે છે કે તેમના જન્મદિવસ અને અન્ય કોઈપણ સમારોહમાં જ્યારે તેમને ઉપહાર મળતો હોય છે. ત્યારે તેઓ આ મોમેન્ટો અને ઉપહારને પોતાના ઓફિસ અને ઘરે શો કેસમાં મૂકે છે. જેથી આપનારને સન્માન આપી શકાય. તેઓને ખાદીનાં વસ્ત્ર અને શાલ પણ મળી હતી. જે તેઓ જરૂરિયાતમંદ લોકોને આપતા હોય છે.
આ પણ વાંચો : Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!
વજન પ્રમાણે ડ્રાય ફ્રુટ તોલ્યાં - CR પાટીલના જન્મદિવસ પર આયોજિત બે પ્રોગ્રામ એવા હતા કે તેમના વજન પ્રમાણે રક્ત અને ડ્રાય ફ્રુટ તોલવામાં આવ્યાં હતાં. આ અંગે CR પાટીલે (CR Patil in Surat) જણાવ્યું હતું કે, સમાજ કાર્ય માટે આ આયોજન ખુબ જ મહત્વનું છે. રક્ત તુલાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી શકશે. ડ્રાય ફુટ તુલા થકી જે પણ ડ્રાય ફ્રુટ છે તે દિવ્યાંગ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે..