સુરત: રાત-દિવસ કામગીરી કરી શહેરની તમામ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકડાઉનના સમયે લોકોને રાશનની અછત ન સર્જાય.
APL-1 રાશનકાર્ડ ધારકોને 13થી 17 એપ્રિલ દરમિયાન લોકોને રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે સુરત શહેર અને જિલ્લાના દરેક રાશનની દુકાનોમાં તલાટી અને પોલીસના સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં પાત્રતા અને અગ્રતા ધરાવતા APL-1 રાશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જે બાદ વિવિધ જિલ્લામાં મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.