- સુરતમાં શ્રમજીવી પરિવારની બાળકી રમતા રમતા ગુમ
- શહેરમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના
- બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં ઝાડી ઝાંખરા માંથી મળી
સુરત : શહેરમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ બાળકી રમતા રમતા ગુમ થઈ હતી. અને તેને શોધવા પોલીસની ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન બાળકી ઝાડી ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીના ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવતા તેણીની પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ એક ઇસમ બાળકીને લઇ જતો સીસીટીવીમાં કેદ થયો હતો.
શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ
સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ થઈ ગયી હતી. આ બનાવની જાણ થતા તેણીના માતા-પિતાએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીની કોઈ ભાળ મળી ન હતી. જેથી બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતા જોઈને પોલીસે અલગ અલગ 10 જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકોની પૂછપરછમાં એક અંકલ બાળકીને લઇ ગયો હોવાનું બાળકે જણાવ્યું હતું. જેથી પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાની શરુઆત કરી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીને લઈને જતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો.
બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી
બાળકીની ભાળ મેળવવા પોલીસે સવારથી સાંજ સુધી સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે અલગ અલગ ટીમો બાળકીને શોધવા કામે લાગી હતી. આ દરમ્યાન બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં ઝાડી ઝાંખરા માંથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા બાળકીના ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસે આરોપીને પણ ઝડપી લીધો છે. જો કે આ મામલે પોલીસે હજુ કોઈ સતાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી.
આ પણ વાંચોઃ VNSGUમાં ગરબામાંથી વિદ્યાર્થીને માર માર્યા મામલે ABVPએ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા કરી માગ
આ પણ વાંચોઃ સુરતમાં માસ્ક બાંધીને આવેલા બે શખ્સોએ બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી ગયા