ETV Bharat / state

Corona Cases in Surat : બે શાળાના ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, વિદેશની ટ્રાવેલ બે વ્યક્તિઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા - Four students from two schools in Surat

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કેસ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી કોરાનાએ(Corona Cases in Surat) માથું ઉચક્યું છે. સુરતમાં આજે બે શાળાના ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવના કેમ સામે આવ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 33 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવના(Students in Surat Corona positive) કેસ નોંધાય ચુક્યા છે. આ ઉપરાંત સુરતમાં વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં બે વ્યક્તિઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Corona Cases in Surat : બે શાળાના ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, વિદેશની ટ્રાવેલ બે વ્યક્તિઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા

author img

By

Published : Dec 25, 2021, 4:27 PM IST

સુરત : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કેસમાં(Corona Cases in Gujarat) દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે સુરતમાં શહેરમાં પણ કોરાના સંક્રમણની(Corona Cases in Surat) ગતિ ઝડપથી વઘી રહી છે. સુરત શહેરમાં આજે બે શાળાના ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવના કેસ(Students in Surat Corona positive) સામે આવ્યા છે. નરથાણ રોડ સ્થિત ફાઉન્ટેન હેડ શાળામાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં રાંદેર ઝોન દ્વારા 7 દિવસ સુધી ફાઉન્ટેન હેડ સ્કૂલને બંધ કરાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

33 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ

આ ઉપરાંત 46 વર્ષીય શિક્ષિકાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન શાળાના 123 વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક-બિનશૈક્ષણિક 24 વ્યક્તિના સ્ટાફ મળી 147 વ્યક્તિનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે દરમિયાન આજે ધોરણ-9 ના બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 33 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ કેસ(Surat Corona Update) નોંધાય ચુક્યા છે.

પીપી સવાણી સ્કુલમાં 15 વર્ષીય બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

આ ઉપરાંત પીપી સવાણી સ્કુલમાં ધોરણ-10માં અભ્યાસ કરતાં 15 વર્ષીય બે વિદ્યાર્થી કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona positive in PP Savani School) આવતાં મનપા(Surat Municipal Corporation) દ્વારા આ શાળામાં ધોરણ-10ના સંલગ્ન વર્ગો બંધ કરાવવામાં આવેલ છે. તેમજ 347 વિદ્યાર્થીઓ, 32 સ્ટાફ સહિત 370 વ્યક્તિઓનો કોવિડ ટેસ્ટ કરાયો છે. આ ટેસ્ટ દરમિયાન કોઈ નવો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં બે વ્યક્તિઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. વેસુ સ્થિત હેપ્પી ગ્લોરિયસમાં એક જ પરિવારના બે સભ્યો પોઝિટિવ આવતાં અઠવા ઝોન દ્વારા આ બિલ્ડિંગ ક્લસ્ટર તરીકે જાહેર કરી છે.

સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપ્યા

વેસુ શ્રેણિક રેસિડન્સીમાં રહેતા 51 વર્ષીય વ્યક્તિ કેનેડાથી દિલ્હી, કોલકત્તા થઇ સુરત આવ્યા હતા જ્યારે પાર્લેપોઇન્ટ કાકડિયા કોમ્લેક્ષમાં રહેતાં 21 વર્ષીય યુવક યુકેમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાયા અમદાવાદ, સુરત આવ્યા છે. આ બન્ને ફૂલ્લી વેક્સિનેટેડ છે, પરંતુ બન્નેનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતાં અને વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી મનપાએ તાત્કાલિક બન્નેને આઇસોલેટેડ કરી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપ્યા છે. વિદેશ હિસ્ટ્રી ધરાવતાં બન્ને પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં કુલ 44 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ રીપોર્ટ હાલ પેન્ડિંગ છે. શહેરમાં આજે કુલ 18 નવા કેસો નોંધાયા છે. જે પૈકી 6 વિદ્યાર્થી છે.

આ પણ વાંચોઃ Students Financial Provided : આર્થિક પરિસ્થિતિ જે વિદ્યાર્થીઓની સારી ન હોય તે વિદ્યાર્થીઓ માટે એચએ કોલેજની અનોખી સહાય

આ પણ વાંચોઃ Surat Heart and Lung Transplant Facility: સુરતની હોસ્પિટલને હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે મંજુરી મળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.