ETV Bharat / state

અલ્પેશ કથીરિયા બર્થ ડે પાર્ટી મામલો : 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

પાસ નેતા અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીનો વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ કામરેજ પોલીસ મથક અંતર્ગત આવતા ઊંભેળ આઉટ પોસ્ટના ચાર પોલીસકર્મીઓ જેમાં એક ASI, એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસની કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

author img

By

Published : Dec 26, 2020, 11:29 AM IST

Updated : Dec 26, 2020, 12:40 PM IST

અલ્પેશ કથીરિયા બર્થડે પાર્ટી મામલો : ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

  • અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતો વીડિયો વાઇરલ
  • પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અલ્પેશ સહિત 12ની અટકાયત કરી
  • પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ

બારડોલી : કામરેજના કોસમાડા ગામે ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે યોજવામાં આવેલી પાર્ટીના વીડિયો વાઇરલ થયા બાદ ત્યાં હાજર 12 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ ઊંભેળ આઉટ પોસ્ટના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ફાર્મ હાઉસમાં કરાયું હતું બર્થડે પાર્ટીનું આયોજન

કામરેજ તાલુકાનાં કોસમાડા ગામે આવેલા સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર આંદોલન સમિતિ(પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી કાર્યવાહી

પાર્ટીમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં લોકો ડાન્સ કરતાં હોવા અંગેનો વીડિયો વાઇરલ થયા હતા. જેને લઈને કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી અલ્પેશ સહિત 12 લોકોની અટકાયત કરી હતી.

ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

આ સ્થળ ઊંભેળ આઉટ પોસ્ટ અંતર્ગત આવતું હોવાથી જિલ્લા પોલીસ દ્વારા ઊંભેળ આઉટ પોસ્ટના ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં ASI પ્રકાશ મોરે, હેડ કોન્સ્ટેબલ દિલિપ બારિયા, પોલીસ કોન્સ્ટેબલ તુષાર સોની અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આખી આઉટપોસ્ટના જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સુરત જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Last Updated : Dec 26, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.