ETV Bharat / state

ગુજરાત માટે ઐતિહાસિક દિવસ, નૌકા દળે યુદ્ધ જહાજને 'સુરત' નામ આપ્યું, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

ગુજરાત માટે આજે ગૌરવની ક્ષણ છે. ભારતીય નેવીમાં પહેલીવાર કોઈ યુદ્ધ જહાજને શહેરનું નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતીય નૌકાદળમાં આજે સુરત નામના નવા યુદ્ધજહાજનો સમાવેશ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું
નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 10:09 PM IST

Updated : Nov 6, 2023, 10:59 PM IST

નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું

સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત માટે આજે ઐતિહાસિક દિવસ હતો. કારણ કે નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું છે. સુરત ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સુરત યુદ્ધ જહાજ ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ઓફ નેવલ સ્ટાફ નૌકાદળના વડા એડમીનલ આર હરિકુમાર પણ હાજર રહ્યા હતા. અહીં તેઓએ અરબ સમુદ્રમાં ચાલી રહેલ ડ્રગ્સની ખેપ હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓને લઈ પણ નિવેદન આપ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

યુદ્ધ જહાજને મળ્યું સુરત નામ: નૌકા દળે યુદ્ધ જહાજને ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવનાર સુરત શહેરનું નામ આપ્યું છે. સુરત યુદ્ધ જહાજની વાત કરવામાં આવે તો આ ગાઇડેડ મિસાઈલ છે. જેનું કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય પ્રધાન રાજનાથજી દ્વારા માર્ચ મહિનામાં નિર્માણકાર્ય શરૂ કરાયું હતું. નવીન બ્લોક બાંધકામ પદ્ધતિ અનુસાર આ જહાજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં મુંબઈમાં આવેલ મજગાંવ કોક લિમિટેડ ખાતે આ આકાર પામી રહ્યું છે. યુદ્ધ જહાજોની પ્રોજેક્ટ 15 બીની હેઠળ રાષ્ટ્રની અદ્યતન યુદ્ધ ક્ષમતાઓનું આ પ્રતિક રહેશે. જે ભારતના આત્મ નિર્ભર મંત્રને સાર્થક કરશે. સુરતના આ જહાજ નિર્માણના ગૌરીભરી વિરાસતના બહુમાન માટે નૌકાદળએ યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું છે. યુદ્ધ જહાજના ક્રેસ્ટનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું
નૌકા દળે યુદ્ધ જહાજને સુરત નામ આપ્યું

યુદ્ધ જહાજના ચિહ્નને અપાયેલા સુરત નામથી આખા ગુજરાતનું સન્માન વધ્યું છે. પ્રાચીન કાળમાં દરિયા વેપાર માટે સુરત દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હતું. વેપારી સંબધો જાળવી રાખવામાં સુરતની મહત્વની ભૂમિકા રહી છે. સુરતનો દરિયાઈ તટ પ્રાચીનકાળથી જ ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. મરીન કમાન્ડો અને તટ રક્ષક દરિયાઈ સીમાની સુરક્ષા માટે હંમેશાથી સજ્જ રહ્યા છે. ભારત હવે ડિફેન્સ સેક્ટરના મેન્યુફેક્ચરિંગમાં પણ આત્મનિર્ભર બન્યું છે. - ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

ગુજરાતની આર્થિક રાજધાની તરીકે સુરતને ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે સુરત યુદ્ધ જહાજનું નામ શહેર પરથી રાખવામાં આવેલ છે. સુરતની વાત કરવામાં આવે તો પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ આ ધરાવે છે. એટલું જ નહીં શિફ્ટ બિલ્ડીંગના વારસા માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત છે. હવેથી ભારતીય નૌસેના અને સુરત વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બની રહેશે. આ જહાજ 320 લોકોની કેપિસિટી છે. વિવિધ સિસ્ટમ સુવિધાઓ છે. સુરત મેયરને રજૂઆત કરી છે કે એક સ્થળ પર થોડી જગ્યા નેવીને પણ આપે. - આર.હરિ.કુમાર (ચીફ ઓફ નેવલ સ્ટાફ)

ડ્રગ્સની ખેપ ચિંતાનો વિષય: આર.હરિ.કુમારે જણાવ્યું હતું કે, ડ્રગ્સ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખા વિશ્વ માટે એક ચેલેન્જ છે. જે વગર પાસપોર્ટ એ દરેક જગ્યાએ આવી જાય છે. જેથી તે જ્યાંથી આવે છે તેમને પકડવામાં આવે છે. પાંચ મહિના પહેલા એક મોટો જથ્થો ડ્રગ્સનો પકડાયો છે. નેવી સુરક્ષા માટે નેવીની શું સાઈઝ હોય તેના પણ ધ્યાન કેન્દ્રિત કરાઇ છે. નેવી પ્લાન કરી રહી છે અને એ પ્રમાણે જહાજ બની રહ્યા છે. જેટલા સબ મરીન એરક્રફ્ટ બને એ માટે એક કરાર પણ કરવામાં આવ્યો છે.

ચીનની હિંદ મહાસાગરમાં ગતિવિધિને લઈ તેઓએ જણાવ્યું હતું કે,પાકિસ્તાન અને ચીનના ખતરાને જોઈ ભારત નેવી તૈયાર છે. ચીનના જહાજ હિન્દ મહાસાગરમાં ઓપરેટ થાય છે. થી તમામના સમયસર રિવ્યૂ કરાય છે. દરેક પરિસથિતિમાં નેવી સ્ટેન્ડબાય રહે છે.

  1. DRI Seized Drugs: વાપી GIDCમાં DRIએ 180 કરોડથી વધુનો મેફેડ્રોનનો જથ્થો ઝડપ્યો
  2. Fake FCI Officer : ગુજરાતમાં બધું બોગસ ? બોગસ PMO ઓફિસર, IPS બાદ હવે ફેક FCI અધિકારી ઝડપાયો

Last Updated : Nov 6, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.