સુરત: શહેરના ખટોદરા જીઆઇડીસીમાં આવેલ સુમન દેસાઈની વાડીમાં એકાએક આગ લાગતા સ્થાનીકો દોડી આવ્યા હતા. તેઓએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી. કપડાંનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

'અમને આજે સવારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા સાડા આઠ વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે ખટોદરા જીઆઇડીસીમાં આવેલ એમરોડરી કારખાનામાં કોઈ કારણસર આગ લાગી છે. જેથી મરીમાન દરવાજા, મજુરા અને નવસારી ફાયર વિભાગને એમ કુલ 6 જેટલી ગાડીઓ અહીં પહોંચી હતી. અહીંની પરિસ્થિતિ જોતા અમારા જવાનોએ કામગીરી શરૂ કરી હતી. કારખાનું સવારે તો બંધ હતું પરંતુ તેની ઉપર ઓફિસ ચાલુ હતી.' -જયરાજ ઈસરાની, સબ ફાયર ઓફિસર
એમ્બ્રોઇડરીના કારખાનામાં લાગી આગ
ઓક્સિજનનો બોટલ પહેરી અંદર દાખલ થવું પડ્યું: તેમને વધુમાં જણાવ્યું હતું કે આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી. પરંતુ આગનો ધુમાડો એટલો હતો કે અમારે ઓક્સિજનનો બાટલો પહેરી અંદર દાખલ થઈ આગ ઉપર પાણીનો મારો ચલવી એક કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મળેવી લેવામાં આવ્યો હતો. કાપડનો જથ્થો હોવાથી આગ વધુ વિકરળ બનતે પરંતુ સમયસર અહીં પહોંચી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે.
હરીયાલ GIDC માં આગ: વધુ એક બનાવની વાત કરીએ તો સુરત જિલ્લામાં વધુ એક કંપનીમાં આગની ઘટના બની હતી. માંડવી તાલુકાના હરીયાલ GIDC માં યાર્ન બનાવતી ચોકસી ટેકશોલી નામની કંપનીમાં મોડી સાંજે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કંપનીમાં રહેલ યાર્નનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો.