સુરત:થોડા સમય પહેલા સુરતની એક બ્રાન્ડેડ કોલ્ડ્રિંક્સ (Fire in a branded cold drinks in Surat)બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયાં છે અને 20 વ્યક્તિઓ ઘાયલ થયા હતા.આ મામલે કંપનીએ નિવેદન રજૂ કર્યુ છે.તેમાં તેણે જણાવ્યું છે કે, થોડા અમે અત્યંત દુઃખ સાથે આપને સૂચિત કરીએ છીએ કે 10 સપ્ટેમ્બર, 2022ના રોજ સચિન જીઆઇડીસીમાં અમારા પ્લાન્ટમાં આગની (Fire at our plant in Sachin GIDC) દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી. અમારી ફાયર રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક વિશેષ ટીમ આગની ઘટનાના કારણની તપાસ કરી રહી છે.
કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા:ઘાયલો સ્થાનિક હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યાં છે.અમારા કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા છે. એક જવાબદાર કોર્પોરેટ તરીકે અમે અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સહયોગ કરવા કટીબદ્ધ છીએ.અનુપમ રસાયણે, હંમેશાથી તમામ સુરક્ષા અને નિયમોનું પાલન કર્યું છે અને તેનું અનુપાલન જાળવી રાખશે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા જરૂરી પગલાં ભરશે.
ટૂંક સમયમાં પ્લાન્ટ શરૂ: સુરત જિલ્લામાં સચિન(Sachin GIDC in Surat district ) જીઆઇડીસી અને ભરૂચ જિલ્લામાં ઝગડિયા જીઆઇડીસીમાં, વિવિધ સ્થળો ઉપર કાર્યરત છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં એક સ્વતંત્ર યુનિટ છે અને તેની ક્ષમતા સૌથી ઓછી છે. અમે નુકશાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં ,તથા ટૂંક સમયમાં પ્લાન્ટને શરૂ કરવા જરૂરી પગલાં ભરીશું. વધુમાં અમે સંપત્તિ અને નફામાં નુકશાન સામે વીમા કવચ ધરાવીએ છીએ. કંપની વહીવટીતંત્રને સહયોગ કરીને જરૂરી તમામ મદદ કરી રહી છે.