પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવનારા અને હાલ કોંગ્રેસના સમર્થક તરીકે પોતાની ઓળખ આપનાર યુવક વંદન ભાદાણીએ સુરતના સાંસદ દર્શના જરદોશ પર વિવાદીત નિવેદન આપ્યું હતું. સંસદમાં દર્શના જરદોશે રાહુલ ગાંધીએ રેપ ઇન્ડિયાના વિવાદાસ્પદ નિવેદનની ટીકા કરતું ભાષણ આપ્યુ હતું. આ ભાષણ મામલે સુરતના એક યુવાને સુરતમાં થતા દુષ્કર્મના આંકડા દર્શાવીને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી.
![fir filed against pass member in cyber cell](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-fariyad-congress-photo-7201256_31122019102118_3112f_1577767878_870.jpg)
જે મામલે યુવાન વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં સાંસદ દ્વારા અરજી આપવામાં આવતા, સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ ખાતે તેને બોલાવ્યો હતો. તેની પાસે બળજબરીપૂર્વક માફી મંગાવવા તેમજ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના ગંભીર આરોપો પોલીસ પર લગાવ્યા છે.
![fir filed against pass member in cyber cell](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-fariyad-congress-photo-7201256_31122019102118_3112f_1577767878_912.jpg)
આ અંગે વંદને જણાવ્યું છે કે, પોલીસે તેને ધમકી આપી છે કે, માફીપત્ર નહી લખે તો ગંભીર ગુનામાં ફસાવી દેવામાં આવશે. જો કે, મેં કોઈ ભૂલ કરી નથી, જેથી માફી માગવાનો કોઈ સવાલ જ નથી, હું માફી માગીશ નહીં અને પોસ્ટ ડિલીટ કરીશ નહીં.
![fir filed against pass member in cyber cell](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-fariyad-congress-photo-7201256_31122019102118_3112f_1577767878_504.jpg)
જ્યારે વંદનના આરોપને લઇ સાયબર ક્રાઇમ પોલીસ મથકના PI ચૌહાણે જણાવ્યુ હતું કે, ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી તેનો જવાબ લેવા માટે તેને બોલાવવામાં આવ્યો હતો. જેથી વંદેને માફીનામું લખી આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર પાટીદાર આંદોલનમાં વંદને સક્રિય ભૂમિકા ભજવી હતી. હાલ તે કોંગ્રેસના સમર્થક તરીકે પોતાની ઓળખ ફેસબુક પર પણ આપે છે. ભાજપ વિરૂદ્ધ અવાર-નવાર પોસ્ટ મૂકે છે, પરંતુ સુરતના સાંસદ વિરૂદ્ધ બેશરમ શબ્દ વાપરવા બદલ તેની વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો.