સુરત: લિંબાયતમાં લવ જેહાદને મામલે વધુ 4 ની ધરપકડ કરવામાં આવી છે. આ પેહલા પોલીસે આરોપી પતિ વાજીદ મલેકની ધરપકડ કરી હતી અને તે સમય દરમિયાન આરોપીના પરિવારના સાસું સસરા અને બે ભાઈઓ પોલીસ પકડથી દૂર હતા. પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અંતે આ તમામ લોકોની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે.
શું હતો મામલો?: આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગમીતે જણાવ્યું હતું કે આ મામલાની ફરિયાદ ગત 26મી એપ્રિલના રોજ ભોગ બનનાર ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે તેમને વાજીદ મલેક જોડે પ્રેમ થયો હતો ત્યારબાદ બંને એક બીજા સાથે લગ્રન કર્યા હતા. ફરિયાદીને જાણ થઇ કે તેઓએ મુસ્લિમ પરિવારમાં લગ્રન કર્યા છે જેથી તેઓ ઘબરાઈ ગયા હતા. તેમ છતાં તેમની સાથે થોડા દિવસો સુધી પરિવારે સારુ વર્તન કર્યું હતું પરંતુ ત્યારબાદ ધીરે ધીરે પરિવારે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ખોટી રીતે હેરાનગતિ પણ કરવામાં આવતી હતી અને બેથી ત્રણ વખત તેને માર પણ મારવામાં આવ્યો હતો.
'ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરિવાર અને પતિ દ્વારા તેમને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી નમાઝ પઢવા અને કુરાન વાંચવા દબાણ કરી ત્રાસ આપ્યો હતો. ઉપરાંત તેઓને નોન-વેજ ખાવા માટે પણ દબાણ કરવામાં આવી હતી. પતિ તેમની સાથે મારજુડ પણ કરતો અને તેમના જેઠ અને દિયરે તેમની સાથે જબરજસ્તી શરીર સંબંધ પણ બાંધ્યો હતો.' -પી.એસ.આઈ ગામીત
ફરાર લોકોની ધરપકડ: ભોગ બનનાર અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે આધારે પતિ વાજીદ મલેક અને તેના નાના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા બાદ પરિવારના સાસુ સસરા અને જેઠ અને તેમની પત્ની ફરાર થઇ ગયા હતા. તેઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.