સુરતઃ ગોથાણથી હજીરા સુધી નવી રેલ્વે લાઈન નાખવા માટે જમીન સંપાદનને લઈને ખેડૂતો દ્વારા વિરોધ(Farmers protest in Surat)નોંધાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ખેડૂતોએ કલેકટર કચેરીએ આવી આવેદન પત્ર આપ્યું હતું. હવે આ મામલે ખેડૂતો લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ આજે એકઠા થઇ જહાંગીરપુરાથી કલેકટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે આ રેલી યોજવામાં(Railway line land acquisition)આવી હતી. એક ખેડૂત ભગવાન શંકર સ્વરૂપમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ
સંપાદનનો સર્વે શરુ કરાયો
આ ઉપરાંત કલેકટર કચેરીએ આવીને વાંધા અરજીઓ કલેકટર(Gothan to Hazira railway line )સમક્ષ રજુ કરાઈ છે. ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે નવી રેલવે લાઈનને લઈને જમીન સંપાદનનો સર્વે શરુ કરાયો છે જેનો અમે વિરોધ કરીએ છીએ. હયાત રેલવે લાઈન છે તેનો જ ઉપયોગ કરવા અમારી માંગ છે. અમે આજે રેલી કાઢી ખેડૂતોની વાંધા અરજીઓ રજુ કરી છે. અમારી માંગ પૂર્ણ નહી થાય તો અમે જલદ આંદોલન કરીશું અને જરૂર પડ્યે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવીશું.
આ પણ વાંચોઃ સુરતઃ કોસમાડા ગામમાં જમીન-સંપાદનની પ્રક્રિયા અંગે ખેડૂતોનો વિરોધ, તંત્રએ ઊભા પાક પર બુલડૉઝર ફેરવ્યુ