આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું છે કે, સુરત સીટીની હદમાં આવેલા આશરે 56 જેટલા તાલુકાના ગામોના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમજ કમોસમી વરસાદના કારણે શહેરની હદમાં આવેલ ગામના 56 જેટલા આઠ થી દસ હજાર હેકટરમાં ઊભા પાકને કમોસમી વરસાદના કારણે નુકશાન થયું છે.
આમ છતાં રાજ્ય સરકારે ખેડૂત વિરોધી આ નિર્ણય લીધો છે. જેનો ખેડૂત સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. સરકારની રીતિ- નીતિ સામે આશરે આઠ થી દસ હજાર જેટલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.
આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ઉદેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.