ETV Bharat / state

Fake RTO documents: સુરતમાં નકલી RTOના ડોક્યુમેટ બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું - Gujarat RTO vehicle registration details

સુરતમાં નકલી RTOનું ચલણ(Fake RTO documents)બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું છે. આ ગેંગ સભ્યો ખોટા લાઇસન્સ, પાનકાર્ડ, આધાર કાર્ડ દ્વારા કૌભાંડ આચરતા હતા. પોલીસ પકડેલ(Surat Dindoli Police) ગાડી છોડાવવા માટે ખોટી RTO ના સિક્કા વાળી રસીદ બનાવમાં આવતી. ખોટા ડોક્યુમેટના આધારે બેકમાંથી લૉન લઈ લૉન નહિ ભરી કૌભાંડ આચરતા હતા.

Fake RTO documents: સુરતમાં નકલી RTOના ડોક્યુમેટ બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Mar 1, 2022, 10:45 PM IST

સુરત: ડીંડોલી પોલીસે બોગસ ડોક્યુમેટના આધારે RTO ચલણ બનાવી(Fake RTO documents) કૌભાંડ કરતી ગેંગનું રેક્ટ ઝડપી પાડ્યું છે. પોલીસ પકડેલ ગાડી છોડાવવા માટે ખોટી RTOના સિક્કા વાળી રસીદ બનાવમાં આવતી. ખોટા ડોક્યુમેટના આધારે બેકમાંથી લૉન લઈ લૉન નહિ ભરી કૌભાંડ આચરતા હતા. લૉન વાળી ગાડીનો ખોટી RC બુક બનાવી બીજા (Surat Dindoli Police)રાજ્યોમાં વેચવામાં આવતી હતી. ડીંડોલી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો અને પ્રિન્ટર અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ બનાવેલ ડોક્યુમેન્ટ(Loan scam based on bogus documents) કબ્જે કર્યા છે. પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે પકડાયેલા આરોપી પાસે 350 જેટલા કોરા સ્માર્ટ ચૂંટણી કાર્ડ, 26 કોરા આધાર કાર્ડ, 4 કોરા પાન કાર્ડ, બેંકની પાસ બુક, RTO કચેરીના સરકારી સિક્કા, નકલી RC બૂક, પ્રિન્ટર, પ્રેસ મશીન, કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ, કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલી RTOના ડોક્યુમેટ બનાવી

છ સાથીઓ સામે ફરિયાદ દાખલ

ડીંડોલી વિસ્તારમાં આવેલ આંગન રેસીડેન્સી, મકાન નં 103માં રહેતાં વિશ્વનાથ સાવ નામની વ્યકિત પોલીસ દ્વારા આપવામાં આવતાં RTO કચેરીના મેમો ઉપરથી RTO કચેરી સુરતમાં દંડ ભર્યા અંગેની ખોટી બોગસ સહી સિકકા વાળી રસીદો, બનાવટી આર.સી.બુકો, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી આપતો હોવાની બાતમી મળી હતી. મૂળ બિહારના 36 વર્ષીય વિશ્વનાથ કાશીનાથ સાવને પકડી પાડી તેના અન્ય છ સાથીઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ વર્ષ 2020માં આજ મામલે સુરત ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચોઃ Bhavnagar GST Fraud Case : 762 કરોડના GST કૌભાંડનો ફરાર આરોપી નિલેશ પટેલ અમદાવાદથી ઝડપાયો

RTO એજન્ટ પણ શામેલ

આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી વિશ્વનાથ કાશીનાથ સાવની પ્રાથમીક પુછપરછમાં બોગસ આર.સી. બુક બનાવવા માટે રૂપિયા 2000 તથા બોગસ આધારકાર્ડ અને મતદાન કાર્ડ બનાવવા માટે રૂપિયા 1000 થી 1500 લેતો હોવાનું કબુલાત કરી છે. વિશ્વનાથ સાવ RTO કચેરીમાં એજન્ટ તરીકે કામકાજ કરતાં કેટલાક વ્યકિતઓના સંપર્કમાં હોય જેઓ દ્વારા પોલીસ મેમો તથા જે તે વાહનની આર.સી.બુકની ઝેરોક્ષ વોટસેપ થી મોકલવામાં આવતી જે આધારે RTO દ્વારા દંડ વસુલવામાં આવતો હોય તે રકમની બનાવટી રસીદ તૈયાર કરી તે રસીદ ઉપર RTO કચેરી તરફથી જે-જે સિકકા મારવામાં આવતા હોય તે જ પ્રકારના સિકકાઓ મારી ખોટી સહીઓ કરી જે તે એજન્ટને આપતો હતો. બોગસ આધાર કાર્ડ તથા મતદાન કાર્ડ આધારે ટુ-વ્હીલર ગાડીઓ લોન ઉપર મેળવ્યા બાદ લોન ભરપાઇ નહી કરી ગાડી સગેવગે કરતાં હોય છે.
આ પણ વાંચોઃ Company scam in Gujarat: બ્લેકલિસ્ટ થયેલ કંપનીએ ગુજરાતીઓના 18 કરોડનું કરી નાખ્યું, રાજ્ય સરકારને કરી રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.