- ધીમી ગતિએ ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝને મળશે વેગ
- ઇન્ડસ્ટ્રીઝ અને નોકરી ધંધા બંધ રહેતા આર્થિક વ્યવહારને ભારે નુકશાન
- સ્પાર્કલ એક્ઝિબિશનથી જવેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટી અપેક્ષા
સુરત: વર્ષ 2020 કોરોનાકાળમાં ઉદ્યોગોને આર્થિક નુકસાન થયું છે. ઉદ્યોગોને વેગ મળી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાહસ કરીને આવનારા ડિસેમ્બર મહિનામાં ડાયમંડ, ટેક્સટાઇલ અને યાર્ન એક્સપો માટે ઉધોગ સાહસિકો યોજનાર છે. કોરોનાની પૂરતી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને ચેમ્બર દ્વારા પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. જે ધીમી ગતિએ ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ઉદ્યોગ ધંધાને પણ ફરી બેઠો કરવાના પ્રયાસો શરૂ
કોરોના કાળમાં લગભગ દરેક ઇન્ડસ્ટ્રીઝને નુકસાન પહોંચ્યું છે. લોકડાઉનના 6 મહિના જેટલા સમયથી મોટા ભાગની બધી ઇન્ડસ્ટ્રીઝ અને નોકરી ધંધા બંધ રહેતા આર્થિક વ્યવહારને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે જ્યારે અનલોક બાદ લોકો કોરોનાની સાથે જીવતા શીખી રહ્યા છે. ત્યારે ઉદ્યોગ ધંધાને પણ ફરી બેઠો કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.