ETV Bharat / state

સુરતમાં સાયણા વિસ્તારમાં રોગચાળો વકરતા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત - Olpad taluka

સુરતમાં સાયણા વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી દૂષિત પાણીના લીધે ઝાડા, ઉલટી, તાવના સતત કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઇને સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ સાયણના અસરગ્રસ્ત વિસ્તારની આકસ્મિક મુલાકાત લેતા તંત્રની પોલ ખુલ્લી ગઈ હતી

સુરતમાં સાયણા વિસ્તારમાં રોગચાળો વકરતા કલેકટરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

author img

By

Published : Sep 28, 2021, 12:38 PM IST

  • સાયણ ખાતે સુરત જિલ્લા કલેક્ટરે લીધી આકસ્મિક મુલાકાત
  • કલેક્ટરે આકસ્મિક મુલાકાત લેતા તંત્રની પોલ ખુલ્લી
  • ગ્રામ પંચાયતને તાત્કાલિક નવી ગટર લાઈન નાખવા આદેશ કર્યા

સુરત: ઓલપાડ તાલુકાના સાયણના આદર્શ નગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દૂષિત પાણીના લીધે ઝાડા, ઉલટી, તાવના સતત કેસ નોંધાઇ રહ્યા છે અને એક 5 વર્ષીય બાળકીનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને લઈને સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને લોકોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ સાયણના અસરગ્રસ્ત વિસ્તારની આકસ્મિક મુલાકાત લેતા તંત્રની પોલ ખુલ્લી ગઈ હતી અને તેઓએ જવાબદાર અધિકારીઓ અને ગ્રામપંચાયતને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા. તેમજ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવાના આદેશ પણ કર્યા હતો.

સુરતમાં સાયણા વિસ્તારમાં રોગચાળો વકરતા કલેકટરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આજથી ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ દૂષિત પાણી મામલે બેદરકારી દાખવનાર લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી શહેર અને જિલ્લામાં પાણી અને મચ્છર જન્ય રોગોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ટાઇફોઇડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા સહિતના કેસ વધ્યા છે. આ પાણી અને ઋતુ જન્ય રોગોના કેસમાં ચાલુ મહિને 20 થી 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. એક તરફ હજુ પણ કોરોનાની મહામારી સંપૂર્ણ રીતે દેશમાંથી ગઈ નથી એવામાં ઋતુજન્ય રોગચાળો વધતા શહેરીજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. મનપા તંત્ર દ્વારા પણ શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સત્તત કામગીરી કરવામાં આવી રહી છે.

  • સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 500થી વધુ લોકો સારવાર હેઠળ, 10થી વધુના મોત

સુરતમાં ઝાડા-ઊલટી, તાવ, વાઇરલ ફિવર, મલેરિયા અને ડેન્ગ્યૂ જેવા પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના 500થી વધુ કેસ મોટા પ્રમાણમાં સિવિલ, સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં આવી રહ્યા છે. સુરત શહેરમાં ઝાડા ઉલટીના લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. શહેરમાં સતત ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા, મલેરિયાના કેસો વધતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.