સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વરાછા ઝોન ઓફિસમાં (Surat Municipal Corporation)ફરજ બજાવતા પ્રતાપ ડાહ્યા પટેલ જેઓએ ચાલુ ફરજ દરમિયાન જ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ(SMC employee attempted suicide) કર્યો હતો. જોકે અન્ય કર્મચારીઓની નજર જતાં જ તાત્કાલિક તેમને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં(Employee suicide attempt) ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસે (Surat Kapodra Police)આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં(Varachha area of Surat city)આવેલ વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતા પ્રતાપ ડાહ્યા પટેલ જેઓએ આજરોજ ચાલુ ફરજ દરમિયાન જ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ કાપોદ્રા પોલીસે સુસાઇડ નોટ ઉપર લખવામાં આવેલ જવાબદારો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવ્યું, ગૃહ પ્રધાને કાફલો રોકાવી મદદ માટે આપી સૂચના
અધિકારીઓના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ
વરાછા વિસ્તારમાં આવેલ વરાછા ઝોન ઓફિસમાં ફરજ( Varachha Zone Office Corporation)બજાવતા પ્રતાપ ડાહ્યા પટેલ જેઓએ આજરોજ ચાલુ ફરજ દરમિયાન જ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ઉપરી અધિકારીઓ ખૂબ જ હેરાન ગતિ કરી રહ્યા છે. તથા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી એપિ.ભટ્ટ, જેડી પટેલ, રમીલા બહેન ગામીત આ ત્રણે અધિકારીઓના માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણ અધિકારીઓ પાલિકાની નુકસાન પહોંચાડી રહ્યા છે. નોંધ મેમો શો કોઝ નોટિસમાં ભેદભાવ રાખી રહ્યા છે. કોઈપણ કારણ વગર નોટિસ આપી દેવામાં આવે છે. ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે. ત્રણે અધિકારીઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે. પોલીસ સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.