સુરત બારડોલીના વૃદ્ધ તેમના પત્ની સાથે પુત્રને મળવા કેનેડા ગયા હતા. ત્યાંથી પરત ભારત ફરતી વખતે જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ (German airport) ખાતે વિમાનમાં બેસતી વખતે હ્રદયરોગનો હુમલો આવતા વિમાન જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ તેમના પુત્ર કેનેડાથી જર્મની પહોંચ્યા હતા.જે બાદ જર્મનીથી( German airport) બોડીને ભારતમાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
એરપોર્ટ પર વિમાન બદલી બારડોલીની સેન્સેરીતે (નEnglish medium school in the sense of Bardoli) સ્કૂલના નિવૃત્ત ક્લાર્ક કેનાડા રહેતા તેમના પુત્રને ત્યાં પી.આર. માટે ગયા હતા. પી.આર.ની કાર્યવાહી પૂર્ણ કરી પરત વતન ફરી રહ્યા હતા. ત્યારે જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર વિમાન બદલી ભારત આવતા વિમાનમાં બેસતી વખતે જ વૃદ્ધને હ્રદયરોગનો હુમલો આવતા તેમનું મોત નીપજયું હતું. પી.આર. મેળવવા પુત્રને ત્યાં કેનેડા ગયા હતામૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની અને વર્ષોથી બારડોલીમાં સ્થાયી થયેલા જયેશ ધીરજલાલ આચાર્ય બારડોલીની સેન્સેરીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા
કેનેડાથી નીકળ્યા થોડા સમય પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર સાગર આચાર્ય કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કર્યા બાદ પત્ની સાથે કેનડામાં સ્થાયી હોય જયેશ અને તેમના પત્ની નીતાબેન પણ પુત્રને મળવા તેમજ પી.આર.(પરમેનન્ટ રેસિડેન્સ) માટે કેનડા ગયા હતા. કેનડામાં પી.આર. માટેની કામગીરી પૂર્ણ કરી ત્રણ માસ બાદ તેઓ પરત ભારત આવવા માટે ગત તારીખ 7મી નવેમ્બરના રોજ કેનેડાથી નીકળ્યા હતા. તેમની ફ્લાઇટ વાયા જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ થઈ ભારત આવવાની હોય 8મીએ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી ભારત આવવા માટેની બીજી ફ્લાઇટ બદલવાની હતી.
એરપોર્ટ પર જ મોત નીપજયું જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર વિમાનમાં બેસતા જ બની ઘટના ભારત આવવા માટેનું તેમનું વિમાન એરપોર્ટ પર આવતા જ જયેશ તેમજ તેમના પત્ની નિતા વિમાનમાં બેઠા હતા. તે જ સમયે 62 વર્ષીય જયેશને અચાનક ગભરામણ થવા લાગી હતી. અને તેઓ બેભાન થઈ ગયા હતા. એરપોર્ટના કર્મચારીઓએ તેમને તાત્કાલિક નીચે ઉતારી પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા. અને એરપોર્ટ પર જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં જ કેનેડા રહેતો તેમનો પુત્ર તાત્કાલિક જર્મની પહોંચી ગયો હતો અને પિતાના મૃતદેહને પરત માદરે વતન લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી.
શોકની લહેર વ્યાપી ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. મૃતદેહ તેમના મૂળ વતન વઢવાણ લઈ જવાશે બારડોલીની સેન્સેરીતે સ્કૂલના આચાર્ય પ્રણવભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, હાલ તેમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યો છે અને ત્યાંથી તેમના મૂળ વતન વઢવાણ ખાતે લઈ જવામાં આવશે. તેમના મોતના સમાચાર જાણી શાળા પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હોવાનું તેમણે જણાવ્યુ હતું.