સુરતઃ શહેરમાં દિલ્લીના તબલગીના મજકતની આસપાસના વિસ્તારમાં રહેલા વધુ 196 લોકોના નામની યાદી સુરત પોલીસને મોકલવામાં આવી છે. સુરત પોલીસે વધુ સાત ટીમો બનાવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ તમામની શોધખોળ કરી રહી છે. તમામના મોબાઈલ નંબર નિઝામુદ્દીનના વિસ્તારમાં ટ્રેસ થયા હતા. તપાસ દરમિયન બહાર આવ્યું છે કે, હાલ તેઓ સુરતમાં નથી. મરકઝમાં આ તમામ લોકો ગયા હતા કે, નહીં તેની તકેદારીના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ 72 લોકોની યાદી સુરત મહાનગરપાલિકા અને પોલીસને સોંપવામાં આવી હતી. નિઝામુદ્દીન ખાતે મોબાઈલ ટાવરના આધારે મોબાઈલ નંબર ક્યાં નામે રજીસ્ટ્રેશન છે. તેના આધારે યાદી મોકલવામાં આવી છે.