ETV Bharat / state

નવરાત્રી વેકેશન રદ થતાં શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ - Summer vacation

સુરતઃ રાજ્ય શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવરાત્રી વેકેશનને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયનો શહેરની ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી શિક્ષણપ્રધાને પોતાની ભૂલ સ્વીકારી વિધાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશન રદ કરવામાં આવ્યું છે જેને લઈ ઉનાળું વેકેશન રાબેતા મુજબનું જ રહેશે.

નવરાત્રી વેકેશન
author img

By

Published : Jun 6, 2019, 8:45 PM IST

રાજ્ય શિક્ષણ વિભાગના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ગત્ વર્ષની જેમ ચાલુ વર્ષે નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ગરબાનો આનંદ માણી શકે તે હેતુથી આ નિર્ણય લેવાય, પરંતુ સરકારના આ નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રજુઆતોના મારા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ પ્રધાનને લેખિતમાં વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી હતી. નવરાત્રી વેકેશનના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડતી હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. જેથી આખરે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વની જાહેરાત કરી નવરાત્રી વેકેશન રદ કરી નાખ્યું છે.

નવરાત્રી વેકેશન રદ થતાં શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ

સરકારના આ નિર્ણય બાદ તમામ શાળાઓના સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયને શાળા સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકાર્યો છે. ગત્ વર્ષે નવરાત્રી વેકેશન હોવા છતાં શહેરની 400 થી વધુ શાળાઓએ વેકેશનનો બહિષ્કાર કરી શાળા કાર્યરત રાખી હતી.

R_GJ_SUR_05_06JUN_SHADA_VIDEO_SCRIPT

સુરત : રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી.જેનો શહેરની ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી રજુવાત અને ભાટે વિરોધ નોંધાવવામ આવ્યો હતો.જો કે શિક્ષણમંત્રી ને પોતાની ભૂલ સ્વીકાર થતા વિધાર્થી હિત માં નિર્ણય લેવામાં  આવ્યો છે અને આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશન રદ કરવામા આવ્યું છે જેને લઈ ઉનાળુ વેકેશન રાબેતા મુજબનું જ રહેશે...

રાજ્ય શિક્ષણ વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવા શેક્ષણિક સત્ર દરમ્યાન ગત વર્ષની જેમ ચાલુ વર્ષે નવરાત્રી વેકેશન ની જાહેરાત કરવામાં આવી હતી ..નવરાત્રી માં વિધાર્થીઓ ગરબા નો આનંદ માણી શકે તે હેતુસત રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રીએ નિર્ણય કર્યો હતો.જો કે સરકાર ના આ નિર્ણય સામે ખાનગી શાળા સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રજુવાતો ના મારા સાથે ભારે વિરોધ ઓન નોંધાવ્યો હતો.શાળા સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી ને લેખિતમાં વિદ્યાર્થીહિત માં નિર્ણય લેવા રજુવાત કરી હતી.નવરાત્રી વેકેશન ના કારણે વિધાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડતી હોવાની રાવ કરવામાં આવી હતી.જ્યાં આખરે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય કર્યો.આજ રોજ મળેલી કેબિનેટ ની બેઠકમાં આ મહત્વની જાહેરાત કરી નવરાત્રી વેકેશન રદ કરી નાખ્યું છે.સરકાર ના નિર્ણય બાદ તમામ શાળાઓ ના સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકાર ના આ નિર્ણય ને શાળા સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ આવકાર્યો છે.ગત વર્ષે નવરાત્રી વેકેશન હોવા છતાં શહેરની ચારસો થી વધુ શાળાઓએ વેકેશન નો બહિષ્કાર કરી શાળા કાર્યરત રાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.