સુરત: આ મીટીંગ દરમિયાન શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ (Education Minister Praful Pansheriya) સ્થાનિક લોકોની ફરિયાદને મિટિંગમાં હાજર સુડાના અધિકારોને સ્થાનિક લોકોની ફરિયાદને લઇ કામરેજ ચાર રસ્તા વિસ્તારની વકળતી દબાણ ટ્રાફિક સહિતની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. કામરેજ ચાર રસ્તાની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા, ગેર કાયદેસર દબાણો તેમજ રોડ વિસ્તરણ અંગેના પ્રશ્નોનો ઉકેલ ઝડપથી લાવવા તેમણે સૂચનો પણ કર્યા હતા.
શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં: પ્રધાન પાનશેરીયાએ (Kamrej MLA Praful Pansheriya) જણાવ્યું હતું કે, કામરેજ ચાર રસ્તા પર થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ (Alleviation of traffic problems) લાવી ચાર રસ્તા ખાતે બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવશે. કામરેજ ચાર રસ્તા ખાતે પબ્લિક ટોયલેટની સુવિધા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામરેજ ચાર રસ્તાથી કેનાલ રોડ ઉપરના ગેર કાયદેસર દબાણો ટૂંક સમયમાં દૂર કરી એ રોડ ખુલ્લો કરવામાં આવશે. કામરેજ ચાર રસ્તાથી ખોલવડ તરફ જતા ડાબી તરફના સર્વિસ રોડ ઉપર પણ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે. નવાગામના ટી.પી રોડની કામગીરી પણ ચાલુ કરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આમ સ્થાનિકોની ફરિયાદને કારણે કામરેજ આવેલા પ્રધાન પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં જણાયા હતા.