ETV Bharat / state

હજીરા વિસ્તારમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો છતાં સ્થાનિક શિક્ષિત યુવકો બેકાર કેમ? - Unemployed educated youth in Surat

સુરતના હજીરા વિસ્તારમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો (Hazira Industrial Area )આવેલા છે. શિક્ષિત યુવાનો સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઉદ્યોગોમાં (Hazira area of Surat)નોકરી મળે તે માટે રજૂઆત કરી હતી. આ ઉદ્યોગો સ્થાનિક યુવાઓને નોકરી આપવાની જગ્યાએ બહારથી આવતા યુવાનોને નોકરી આપે છે.

હજીરા વિસ્તારમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો છતાં સ્થાનિક શિક્ષિત યુવકો બેકાર કેમ?

author img

By

Published : Jul 11, 2022, 7:28 PM IST

સુરત: શહેરના હજીરા વિસ્તારમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો (Hazira Industrial Area )આવેલ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોને આ ઔદ્યોગિક એકમોમાં રોજગારી નહીં મળતા આજે શિક્ષિત યુવાનો સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઉદ્યોગોમાં નોકરી મળે તે માટે રજૂઆત(Unemployment in Gujarat) કરી હતી. આ યુવાનોએ સુરત જિલ્લા કલેકટર ખાતે એફિડેવિટ પણ(Unemployed educated youth in Surat) આપી છે. યુવાનો મોટાભાગે ડિપ્લોમાથી લઈ ડબલ ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી ધરાવે છે તેમ છતાં તેમને હજીરાના ઉદ્યોગોમાં નોકરી મળી રહી નથી.

હજીરા ઔદ્યોગિક વિસ્તાર

આ પણ વાંચોઃ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસની વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા વિચારણા

બેરોજગારોએ ઉદ્યોગોમાં નોકરી મળે આ માટે રજૂઆત કરી - ઓદ્યોગિક વિસ્તાર હજીરાના (Hazira area of Surat)આશરે 100 થી વધુ શિક્ષિત યુવાનોએ એફડેવિટ કરી જિલ્લા કલેકટર પાસે આ ઉદ્યોગોમાં નોકરી મળે આ માટે રજૂઆત કરી હતી. હજીરા કાંઠે આવેલ અનેક ઉદ્યોગો છે જેમાં હજારોની સંખ્યામાં લોકો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં મોટાભાગે અન્ય રાજ્યથી લોકો નોકરી માટે આવતા હોય છે. આરોપ છે કે આ ઉદ્યોગો સ્થાનિક યુવાઓને નોકરી આપવાની જગ્યાએ બહારથી આવતા યુવાનોને નોકરી આપે છે. હાલ હજીરા ગામના યુવાનો આઇટીઆઇ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવે છે તેમ છતાં તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ Ghogha to Hazira Ro Ro ferry: ઘોઘા હજીરા રો રો ફેરીમાં 1 વર્ષમાં 2 લાખ લોકોએ સફર ખેડી

ઉદ્યોગ રોજગાર આપે - સુરત જિલ્લા કલેકટર ખાતે આશરે 100 થી વધુ શિક્ષિત યુવકોએ એફિડેવિટના માધ્યમથી સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે તેઓને આ ઉદ્યોગ રોજગાર આપે. સ્થાનિક ગામના યુવકોએ જણાવ્યું હતું કે, તેઓ મિકેનિકલ એન્જિનિયર હોવા છતાં તેમને ઉદ્યોગ તરફથી રોજગારી આપતી નથી અને દરેક ગામમાં ઉદ્યોગ પ્રમાણે યુવકોએ કોર્સ પણ કર્યા છે. તેમ છતાં તેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી. ઉદ્યોગ સ્થાપિત કરવા પહેલા ઉદ્યોગો સ્થાનિકોને રોજગાર આપવાની વાત કરે છે પરંતુ બાદમાં તે માત્ર પુરા ન થનાર વાયદા જ બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.